ગુજરાતના ખેડૂતો તૈયાર રહેજો! સરકારી યોજનાનો લાભ લેવા આ તારીખથી ખુલ્લુ મુકાશે આઈ-ખેડૂત પોર્ટલ
ધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂત હિતલક્ષી યોજનાનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ તા. ૧૮મી જૂનથી ખુલ્લું મૂકાશે. પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટ ફોન સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ખેડૂતો સાત દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ-ખેડૂત પોર્ટલને આગામી તારીખ 18મી જૂનથી સાત દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે.
ગુજરાતમાં હવે ક્યારે પહોંચશે ચોમાસું, ક્યારે આવશે તોફાની વરસાદ, આ આગાહીથી ચિંતા વધી!
આ સાત દિવસ દરમિયાન ખેડૂતો પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટ ફોન ખરીદી પર સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ગુજરાતમાં ગેનીબેનની જીત ભાજપ માટે મોટો સંદેશ, આ નેતાએ કહ્યું આ તો ટ્રેલર પિક્ચર બાકી
વધુમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખેડૂતો પણ આ યોજનાઓનો લાભ સરળતાથી અને ઘર આંગણે જ મેળવી શકે તે માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલ વિકસાવ્યું છે. ખેડૂતો વિવિધ યોજનાઓનો લાભ લેવા ઘર આંગણેથી જ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે.
મોટા સમાચાર; આ તારીખથી ચાર મહિના પ્રવાસીઓ માટે સિંહ દર્શન પર પ્રતિબંધ