ગીર જતાં પ્રવાસીઓ માટે મોટા સમાચાર; આ તારીખથી ચાર મહિના નહીં કરી શકો સિંહ દર્શન

જૂનાગઢ જિલ્લાના ગીર સાસણ ખાતે આગામી 16 જુનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન વેકેશન હોવાથી નહિ થઈ શકે, દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન હોય છે.

ગીર જતાં પ્રવાસીઓ માટે મોટા સમાચાર; આ તારીખથી ચાર મહિના નહીં કરી શકો સિંહ દર્શન

અશોક બારોટ/જૂનાગઢ: જૂનાગઢના સાસણ ગિર ખાતે આગામી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન રહેશે. પ્રવાસીઓ માટે સિંહ દર્શન પર પ્રતિબંધ મૂકી દેલામાં આવ્યો છે. 

જૂનાગઢ જિલ્લાના ગીર સાસણ ખાતે આગામી 16 જુનથી 15 ઓક્ટોબર સુધી સિંહ દર્શન વેકેશન હોવાથી નહિ થઈ શકે, દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સિંહોનું વેકેશન હોય છે. આ દરમ્યાન પ્રવાસીઓ માટે સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. આ સમય કાળ દરમ્યાન સફારીનું મેન્ટેનન્સ કાર્ય અને સિંહનો પ્રજનન કાળ ના સમયગાળામાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ કરાઈ છે.

જૂનાગઢ સીસીએફના જણાવ્યા મુજબ ગત વર્ષે 1.95 લાખ પ્રવાસીઓએ જંગલ સફારી અને 6.88 લાખ પ્રવાસીઓએ દેવડીયા પાર્કની મુલાકાત લીધી હતી. આ વર્ષ દરમ્યાન કુલ 8 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી સાસણ ગિરની મુલાકાત લઈ સિંહ દર્શન કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news