રક્ષિત પંડ્યા/રાજકોટ :ગોંડલ માર્કેટ યાર્ડ પાસે નાદુરસ્ત હાલતમાં રાજકોટ (Rajkot) થી આવેલ એક બાળક મળી આવ્યો હતો. રાજકોટના કરફ્યુગ્રસ્ત જંગલેશ્વર વિસ્તારમાંથી નાદુરસ્ત બાળક ગોંડલ પહોંચ્યો છે. તાવ, શરદી અને ઉધરસથી પીડાતા બાળકને પોલીસે રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોલીસ તપાસમાં બાળક અને તેના માતાપિતા બે દિવસ પહેલા ક્લસ્ટર એરિયા ઓળંગી ટ્રકમાં બેસી ગોંડલ પહોંચ્યાનું આવ્યું છે. આમ, ક્લસ્ટર વિસ્તારમાંથી અનેક પરિવાર બહાર ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે હાઇવે પરની ચેકપોસ્ટ પર ચેકિંગ પર પોલીસ કાર્યવાહી સામે ઉઠી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી પોલીસે ક્લસ્ટર વિસ્તાર ઉપરાંત 25 જગ્યાઓને પર પતરા લગાવી વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે.


હવે કચ્છમાં લૉકડાઉનમાં લગ્નને લીલી ઝંડી અપાઈ, પણ શરતો સાથે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલના માર્કેટ યાર્ડ પાસેની માલધારી હોટલ પાસે 10 વર્ષનો બાળક શરદી, તાવ અને ઉધરસ સાથે નાદુરસ્ત હાલતમાં મળી આવ્યો હતો. ગોંડલ સિટી પોલીસના પીએસઆઇ બી. એલ. ઝાલા, પરાક્રમસિંહ ઝાલા અને માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ સાહિતનાઓ દોડી ગયા હતા.


પોલીસ પૂછપરછ માં બાળકે જણાવ્યું હતું કે પોતે માતાપિતા સાથે બે દિવસ પહેલા રાજકોટ જંગલેશ્વર વિસ્તાર પાસે ફિટ કરવામાં આવેલ પતરા ટપી ટ્રકમાં બેસી ગયો હતો. તેઓ ગોંડલ રેલવે સ્ટેશન આવ્યા હતા. તેના પિતા દારૂ પીવાની ટેવવાળા હોઈ તેને ઢોર માર મારી કાઢી મુક્યો હતો. બાળકના જંગલેશ્વર વિસ્તારના પતરા કૂદવાની વાતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તેને ત્વરિત સારવાર માટે રાજકોટ ખસેડ્યો હતો. અને ગોંડલમાં બે દિવસથી ફરી રહેલા તેના માતાપિતાની શોધ શરૂ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર