રાજકોટઃ રાજકોટ અગ્નિકાંડ પછી તંત્રએ કડક હાથે કાર્યવાહી કરી અને જે પણ ગેરકાયદે બાંધકામો થયા હતા તેને નોટિસો પાઠવી તોડી પાડ્યા...આ કાર્યવાહી પ્રશંસનીય હતી, પરંતુ હવે ભાજપ અને કોંગ્રેસના નેતાની એક સહિયારી સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનો ખુલાસો થયો છે. ત્યારે ક્યાં આવેલી આ સ્કૂલ?, કયા નેતાઓની છે આ સ્કૂલ?...જુઓ આ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેતાજીની સ્કૂલમાં ગેરકાયદે બાંધકામ 
ભાજપ-કોંગ્રેસના નેતાની સહિયારી સ્કૂલ
ખુલાસો થતાં હવે બન્નેએ કર્યો બચાવ 
નોટિસ મળી તો બન્નેનો સહિયારો બચાવ


જે રાજકોટમાં અગ્નિકાંડની ધ્રુજાવી દે તેવી દુર્ઘટના બની હતી...જેમાં અનેક જિંદગીઓ જીવતી હોમાઈ ગઈ હતી...ત્યારે સત્તા પક્ષ સામે વિપક્ષ આકરા પાણીએ થયું હતું...પરંતુ આ જ રાજકોટમાં એક એવી સ્કૂલ છે જેના સંચાલકો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ...અને આ સ્કૂલમાં ગેરકાયદે મોટું દબાણ કરાયું છે...આ સ્કૂલનું નામ છે કે.જે.કોટેચા હાઈસ્કૂલ...આ શાળાએ નતો ફાયર NOC લીધેલી છે...અને ઉપરથી વધારાનું દબાણ કરી દીધું છે...પરંતુ ભાજપ-કોંગ્રેસના નેતાઓની સહિયારી સ્કૂલ હોવાથી તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ જેવું અત્યાર સુધી ચાલી રહ્યું હતું...પરંતુ હવે મહાનગરપાલિકા જાગી અને સ્કૂલને નોટિસ પાઠવી છે.


આ પણ વાંચોઃ જામનગર PGVCLની કચેરીમાં હાઈ પ્રોફાઈલ ડ્રામા, લાકડી સાથે કોર્પોરેટરનો હોબાળો


કે.જે.કોટેચા હાઈસ્કૂલ
સ્કૂલમાં ગેરકાયદે દબાણ
નેતાઓની સહિયારી સ્કૂલ!
શાળાની નથી ફાયર NOC
નેતાજીની છે આ સ્કૂલ!
દબાણ ક્યારે તોડશે RMC?


જે કોટેચા હાઈસ્કૂલની આપણે વાત કરી રહ્યા છીએ તે સ્કૂલ ઉદયાચલ ચેરીટેબલ ટ્રસ્ટમાં આવે છે...આ ટ્રસ્ટમાં ભાજપ અને કોંગ્રેસના બન્ને નેતાઓ છે...ભાજપમાંથી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને કોંગ્રેસમાંથી નિદત બારોટ ટ્રસ્ટી છે...બન્ને નેતાની રહેમરાહે જ સ્કૂલમાં ગેરકાયદે બાંધકાડ ઉભુ કરી દેવાયું....પરંતુ એક પણ જગ્યાએ વિરોધ ન થયો...કારણ કે વિરોધ કરે કોણ?...હવે સૌથી પહેલા તો ગેરકાયદે બાંધકામ પર ભાજપના નેતા બચાવમાં શું કહી રહ્યા છે તે તમે સાંભળી લો....


નેતાઓની સહિયારી સ્કૂલ 
કે.જે.કોટેચા હાઈસ્કૂલ ઉદયાચલ ચેરીટેબલ ટ્રસ્ટમાં આવે છે
ટ્રસ્ટમાં ભાજપ અને કોંગ્રેસના બન્ને નેતાઓ છે
ભાજપમાંથી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી ટ્રસ્ટી
કોંગ્રેસમાંથી નિદત બારોટ ટ્રસ્ટી છે.


આ પણ વાંચોઃ તો આજની નવરાત્રિ બગડી! ગુજરાતના આ જિલ્લાઓમાં પડ્યો વરસાદ, હજુ પણ છે આગાહી


બન્ને હાલ તો બચાવ કરી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે જો કોઈ નાગરિકે ગેરકાયદે બાંધકામ કર્યું હોય તો તેને તરત જ તોડી પાડવામાં આવે છે. જો ભાજપના કોઈ નેતાનું બાંધકામ હોય તો વિપક્ષ કોંગ્રેસ અને કોંગ્રેસના કોઈ નેતાનું ગેરકાયદે બાંધકામ હોય તો ભાજપ મોટો બખાડો કરી મુકે છે. પરંતુ આમા તો બધુ જ સહિયારુ ચાલી રહ્યું છે તો કોર્પોરેશન ક્યારે તટસ્થ બનીને કાર્યવાહી કરે છે તેના પર નજર રહેશે.