Ambalal Patel Prediction : ઠંડી આવી ગઈ છે, શિયાળો આવી ગયો છે એવુ સમજીને હરાખાતા નહી. કારણ કે, ફરીથી દરિયામાં મોટી હલચલ થઈ છે. વાતાવરણમાં મોટો ફેરફાર થવાનો છે. ભારતીય હવામાન વિભાગે મોટી ભવિષ્યવાણી કરી છે કે, નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદ આવશે. નવેમ્બર મહિનામાં દેશના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે. આ સમયે ઠંડી ગરમીનું વાતાવરણ ફરી જોવા મળશે. જોકે, ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે કે નહિ તેની આગાહી પણ આવી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આગામી 5 દિવસને લઈને આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, આગામી પાંચ દિવસમાં શહેર અને રાજ્યમાં વરસાદની કોઈ શકયતા નહિવત છે. રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ દિવસ દરમિયાન 35 થી 37 ડિગ્રી તાપમાન રહેશે, તો રાત્રે 20 થી 21 ડિગ્રી આસપાસ રહેશે. ક્યાંક 18 ડિગ્રી તાપમાન પણ નોંધાઇ રહ્યું છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં યથાવત રહેશે. જોકે 1 ડિગ્રી તાપમાન વધી શકે અથવા ઘટી શકે છે. હાલ ગુજરાતમાં વરસાદની કોઈ શકયતા નથી. પરંતુ બેવડી ઋતુનો અનુભવ થશે. રાત્રે અને સાંજે ઠંડક જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થશે. ગુજરાતમાં ડિસેમ્બર અંતમાં ખરી ઠંડી અનુભવાશે. નવેમ્બર અંતમાં નોર્મલ ઠંડી વર્તાઈ શકે છે. 


અમદાવાદના આ 4 વિસ્તારોમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ, ઝેર હોય એટલું હવા પ્રદૂષણ છે


IMD એ મંગળવારે દરિયાઈ પવન અલ નીનોને લઈને એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીએ કહ્યું કે ભારતીય ખંડમાં તેની અસર વધુ મજબૂત બની રહી છે. આને કારણે ભારતના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય-પશ્ચિમ ભાગોના કેટલાક વિસ્તારોને બાદ કરતાં નવેમ્બરમાં દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. મતલબ કે નવેમ્બરમાં બહુ ઠંડી નહીં પડે.


નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેના કારણે ગુજરાતમાં ઠંડી શરુ થશે. પરંતું આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. 5 મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલા સવારે ઠંડીનો અનુભવ થશે પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહી. 26 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતા સવારે ઠંડક રહેશે. આ દિવસોમાં રોગિસ્ટ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમૃદ્રમાં વરસાદ વધુ થશે.