Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં ચોમાસું ફરી એક્ટિવ થયું છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો વધુ એક રાઉન્ડ આવ્યો છે. જન્માષ્ટમીનાં દિવસે જ રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં મેઘ મહેર થતા લોકોએ અસહ્ય બફારાથી રાહત મેળવી હતી. આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. આજે સુરત, વલસાડ, નવસારી, તાપીમાં વરસાદની આગાહી છે. ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે. સોમનાથ, અમરેલી, દિવ, રાજકોટમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના આંકડા પર નજર કરીએ તો, ગુરુવારે ગુજરાતના 48 તાલુકામાંથી વરસાદ વરસ્યો છે. ત્યારે ખેડા કઠલાલમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે 23 તાલુકામાં વરસાદની આગાહી કરી છે. જેમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. જેને લઈ હવે ખેડૂતોના ચહેરા પર અનોખી ચમક જોવા મળશે. છેલ્લા કેટલા દિવસો સુધી વરસાદે આરામ લીધા બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થશે. 


શ્રીકૃષ્ણએ બનાવેલી દ્વારકા નગરીને કોને નષ્ટ કરી, કેવી રીતે દરિયામાં ડૂબી હતી


મેળામાં ચકડોળમાં બેસેલી યુવતીને આવ્યું મોત, રાજકોટમાં 24 કલાકમાં હાર્ટએટેકથી 3 મોત