શ્રીકૃષ્ણએ બનાવેલી દ્વારકા નગરીને કોને નષ્ટ કરી, કેવી રીતે દરિયામાં ડૂબી હતી, ભક્તો પણ નથી જાણતા આ રહસ્ય
Dwarka Nagari of Gujarat : ભગવાન શ્રીકૃષ્ણએ ગુજરાતમાં સોનાની દ્વારકા નગરી બનાવી હતી... તેમના ગયા બાદ આખરે કેમ એ નગરીને નષ્ટ કરવામાં આવી હતી?
Trending Photos
How Dwarka Nagari of Gujarat Sank in the Sea : દ્વારકા, ડાકોર, શામળાજી સહિત સમગ્ર ગુજરાતભરમાં ધામધૂમથી ભગવાન કૃષ્ણનો જન્મ ઉજવાયો છે. રાત્રિના 12 વાગ્યે ભગવાનનો જન્મ જ થતાં ભક્તોએ નંદ ઘેર આનંદ ભયોના નાદ લગાવ્યા તમામ ભક્તોએ ભગવાનનાં દર્શન કરીને ધન્યતા અનુભવી. ભગવાનનો જન્મ થતાં જ મંદિરોમાં જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલખીના નાથથી ગુંજી ઉઠ્યા. તો આ તરફ દેશભરમાં પણ ભારે ઉત્સાહ પૂર્વક જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. ત્યારે મથુરા, દિલ્લી અને વૃંદાવનમાં પણ ભગવાનના જન્મોત્સવ સાથે ભારે ઉત્સાહ જોવા મળ્યો. ભગવાની શ્રીકૃષ્ણ હરિના અવતાર હતા. તેઓએ ધરતી પર દુષ્ટોનો સંહાર કરવા અને ફરીથી ધર્મની સ્થાપના કરવા માટે માનવ અવતાર લીધો હતો. કંસના વધ બાદ તેઓ મથુરાના રાજા બન્યા હતા. તેઓએ મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથીની ભૂમિકા ભજવીને ધર્મ સ્થાપના કરી હતી. આ યુદ્ધ બાદ તેઓ મથુરા પરત ફર્યા હતા. જ્યાં વારંવાર જરાસંઘના હુમલા થતા હોવાથી તેઓ ત્યાંથી ગુજરાતના સમુદ્ર કિનારે વસવા જતા રહ્યાં. અહી તેઓએ દ્વારકા નગરી (Dwarka Nagari of Gujarat) ની સ્થાપના કરી હતી. પરંતું તેના બાદ આ નગરી નષ્ટ થઈ ગઈ હતી. કહેવાય છે કે, પ્રાચીન દ્વારકા નગરી સમુદ્રમાં સમાયેલી છે. આખરે આ નગર કેવી રીતે સમુદ્રમાં સમાયુ હતું. તેના પાછળ એક કહાની છે. આજે તેના પાછળનો ઈતિહાસ જાણીએ.
સમુદ્રથી માંગી હતી નગરી બનાવવા જગ્યા
લોક કથાઓ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની દ્વારકા નગરી વસાવવા માટે સમુદ્ર પાસેથી જગ્યા માંગી હતી. ભગવાન હરિના આ આગ્રહને સમુદ્ર દેવ નકારી ન શક્યા અને તેઓ થોડા પાછળ ખસ્યા હતા. તેના બાદ સમુદ્રમાંથી નીકળેલી જગ્યા પર ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની દ્વારકા નગરીનું નિર્માણ કર્યુ હતું. કહેવાય છે કે, આ નગરી સોનાની બનેલી હતી. મહાભારતના યુદ્ધ બાદ જ્યારે શ્રીકૃષ્ણ પરત ફર્યા હતા ત્યારે તેઓએ જોયું કે, અનેક પરિવારો ધન સંપત્તિ માટે આપસમાં લડી રહ્યાં છે. તેમનામાં દ્વેષભાવ પણ વધી રહ્યો છે. તેઓએ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ માન્યા નથી, તેઓ શ્રીકૃષ્ણ સદા ઉદાસ રહેવા લાગ્યા હતા.
શ્રીકૃષ્ણના ગયા બાદ દ્વારકા નગરી દરિયામાં સમાઈ
એક દિવસે શ્રીકૃષ્ણ નદી કિનારે બેસીને પોતાની વાંસળી વગાડી રહ્યા હતા, ત્યારે એક તીર આવીને તેમના પગ પર વાગ્યુ હતું. આ ઘટના પાછળ તેમનું જ રચાયેલું વિધાન હતું. જેનાથી તેઓ ધરતી પરથી વિદાય લઈ શકે. તીર વાગ્યા બાદ જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને પોતાનો અંતિમ સમય નજીક લાગ્યો ત્યારે તેઓએ સમુદ્ર દેવતાને પોતાનું સ્થાન પરત લઈ લેવાનો આગ્રહ કર્યો હતો. તેના થોડા સમય બાદ તેમણે દેહત્યાગ કર્યો હતો. પોતાના માનવ અવતાર પૂરો કરીને ભગવાન હરિ ક્ષીર સાગરમાં પરત ફર્યા હતા. તેના બાદ સમુદ્ર દેવે સમગ્ર વિસ્તારો એટલે કે શ્રીકૃષ્ણએ વસાવેલી દ્વારકા નગરીને પરત પોતાના આગોશમાં લઈ લીધી હતી. તેના સાથે જ સોનાની બનાવેલી આ નગરી હંમેશા માટે સમુદ્રમાં સમાઈ ગઈ હતી.
ચારધામમાં એક છે દ્વારકાધીશ ધામ
હાલ ગુજરાતના દ્વારામાં દ્વારકાધીશ મંદિર બનેલું છે. જ્યાં દર વર્ષે દેશ દુનિયાથી લાખો હિન્દુઓ દર્શન માટે આવે છે. ગોમતી નદીના તટ પર બનેલું આ મંદિર ખૂબ જ સુંદર અને અદભૂત છે. કહેવાય છે કે, આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રભે કર્યુ હતું. આ મંદિર 5 માળનું છે, અને 72 સ્તંભો પર બંધાયેલું છે. આ મંદિરનું શિખર અંદાજે 78.3 મીટર ઉંચું છે. આ મંદિરને હિન્દુઓના પવિત્ર તીર્થ ચારધામમાંથી એક મહાતીર્થ માનવામાં આવે છે. આ મંદિરમાં દિવસમાં પાંચવાર ધજા બદલવામાં આવે છે. અદભૂત મંદિરનું નર્માણ ચૂનાના પત્થરોથી કરવામાં આવેલું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે