gujrat government help to farmers : આખરે બિપોરજોય સહાય ચુકવવા સરકારે ઠરાવ કર્યો છે. કચ્છ અને બનાસકાંઠા જીલ્લા માટે 240 કરોડનુ પેકેજ જાહેર કરાયુ હતું. જેમાં કેવી રીતે અરજી કરવી, કોને સહાય મળશે અને કોને નહિ મળે તે માહિતી સામે ઈવી છે. સરકારે જાહેર કરેલ પરિપત્ર મુજબ, ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારી પાસે સહાય માટેની અરજી કરવાની રહેશે. સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને પેકેજનો લાભ નહી મળે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા ઠરાવ કર્યો છે. બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્તોને સહાય મળશે. સરકારે 240 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું હતું. ખાસ કરીને વાવાઝોડાથી સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છ અને બનાસકાંઠા જિલ્લા માટે સહાય પેકેજ જાહેર કર્યું હતું. ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારી પાસે આ સહાય માટે અરજી કરવાની રહેશે. સાથે જ સરકારે જણાવ્યું કે, સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને પેકેજનો લાભ નહી મળે. 33 ટકાથી વધારે નુકસાનમાં 8500ની સહાય મળશે. તો મહત્તમ 2 હેકટરની મર્યાદામાં સહાય મળશે.  


સુરતમાં 6 બાઈક ચાલકોને ફંગોળનાર સાજન પટેલે બેફામ દારૂ ઢીંચ્યો હતો, કર્યો આ ખુલાસો


સાથે જ જણાવ્યું કે, આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ વાર સહાય મળવાપાત્ર થશે. ખેડૂત દ્વારા આધાર નંબર ન મેળવેલ હોય તો આધાર એક્ટમાં નિયત કરેલ જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજૂ થયે સહાય મળવાપાત્ર થશે. 


 


શિક્ષકની વિદાય પર ગામલોકોની આંખો ભીંજાઈ, હવે અમારા ગામનું શિક્ષણ કોણ આગળ વધારશે!


ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે બિપોરજોય વાવાઝોડામાં(Cyclone Biporjoy)  થયેલ પાક નુકશાન અંગે 240 કરોડનું પેકેજ જાહેર(Relief Package)  કરાયુ હતું. જેમાં સીએમ ભૂપેન્દ્ર  પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં બિપરજોય વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પૂર્ન:બેઠા કરવાના હેતુથી સર્વગ્રાહી સમીક્ષા કરીને રૂપિયા 240 કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કરાયું હતું.


ગુજરાત પોલીસ કેવા પ્રકારનુ કરે છે પેટ્રોલિંગ, 20-22 વર્ષના નબીરા પણ પોલીસથી ડરતા નથી