અમદાવાદ : કેન્દ્ર સરકારના મેગા પ્રોજેક્ટ પૈકીનો એક એવો ભાવનગર-નેશનલ હાઇવે કે જેના પ્રારંભની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ હાઈવેનું કામ હાલ ધીમીગતિએ ચાલી રહ્યું હોય તેમજ હાલના કાર્યરત સર્વિસ રોડનું સાવ ધોવાણ થઇ જતા તેમાં ભારે ખાડાઓ પડી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને હજુ સારા માર્ગ માટે ૧ વર્ષ વધુ રાહ જોવી પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: સોસાયટીમાં રમતા બાળકનું ટેમ્પોની અડફેટે મોત, પાડોશી ડ્રાઇવર ફરાર
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે કે જેનું નિર્માણ કાર્ય છેલ્લા ૩ વર્ષથી હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના સૌપ્રથમ નેશનલ હાઈવેને સિમેન્ટ કોન્ક્રીટ દ્વારા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ૨૫૬ કિમી. ના આ માર્ગ ને રૂ.૫૦૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવનાર છે. આ માર્ગ અત્યારસુધીમાં ૭૦% જેટલો બની ગયો છે જયારે બાકીના ૩૦% ની કામગીરી હાલ ચાલુ છે. પરંતુ હાલ તે મંદ ગતિએ આગળ વધી રહ્યો છે જેનું કારણ છે જમીન સંપાદન નો મામલો અને આર્થીક સંકડામણ, આ માર્ગ બનાવવા માટે જરૂરી જમીન સંપાદન કરી લેવામાં આવી છે.


અમદાવાદ આવતી ફ્લાઇટનાં પેસેન્જરને એટેક આવતા ઇન્દોરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું


જો કે તેની આર્થિક લેવડદેવડ અંગે સરકાર અને જમીન માલિકો વચ્ચે સંપૂર્ણ સમાધાન ના થયું હોય તેમજ વર્ષ ૧૯૮૫ માં સંપાદન કરેલી જમીનો માં ખેડૂતો આજની બજાર કીમત અનુસાર રૂપિયાની માંગ કરી રહ્યા હોય જેથી આ માર્ગ નું કામ ધીમી ગતિએ ચાલુ છે. આ બાબતે ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન દ્વારા લોકસભામાં પણ રજૂઆત કરવામાં આવી હતી. જેની ગંભીર નોંધ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ માર્ગ-પરિવહન મંત્રી નીતિન ગડકરી એ પણ લીધી છે અને જેને વર્ષ ૨૦૨૦ ના અંત માસ સુધીમાં પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા જણાવ્યું છે.


ગુજરાત: 75 ટકા સભ્યો તૈયાર હશે તો સોસાયટીનું રિડેવલપમેન્ટ કરી શકાશે


હાલ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે નું કામ ૭૦ % પૂર્ણ થયું છે. જેમાં ભાવનગરથી મહુવા સુધીના માર્ગ પર હાલ રોડ બનાવવા અંગેની કામગીરી શરુ છે. આ માર્ગ પર મહાકાય પુલનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના ગામમાંથી બાયપાસ પસાર થતો આ નેશનલ હાઈવે પર હાલ લોકો અવરજવર કરવાનું વધુ પસંદ કરે છે જેનું કારણ છે કે હાલનો ભાવનગર-મહુવા સર્વિસ રોડ સાવ ખખડધજ હાલતમાં હોય જેના કારણે અકસ્માતો પણ અવારનવાર સર્જાતા હોય લોકો નવા બની રહેલા આર.સી. સી રોડ પરથી પસાર થાય છે તેમજ સર્વિસ રોડને વહેલી તકે યોગ્ય કરવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે.


સુરત: GST વિભાગ તપાસ કંઇક કરતું હતું અને મળી 600 કરોડનું કૌભાંડ


ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે વહેલી તકે પૂર્ણ થઇ અને લોકોના ઉપયોગમાં આવી શકે તે માટે ભાવનગરના સાંસદ ની લોકસભામાં રજૂઆત પછી હાલ તો આ રોડનું કામકાજ ધીમી ગતિએ શરૂ છે અને હાલ ફરી આ માર્ગ પર રોલરો -પેવીંગ મશીનો એ પોતાની કામગીરી શરૂ કરી દીધી છે, પરંતુ લોકો આ રોડ વહેલી તકે શરૂ થાય એવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube