તેજસ મોદી/સુરત: દક્ષિણ ગુજરાતના મુખ્ય પાકોમાંના એક શેરડીની કાપણી માટે આવતા અંદાજીત 2 લાખ અસંગઠિત કોયતા મજૂરો હવે સંગઠિત થઈ પ્રતિ ટન 400 રૂપિયાની મજૂરી તેમજ અન્ય પ્રશ્નોની માંગણી સાથે 28 ફેબ્રુઆરીથી હડતાલ પર ઉતરવા કમર કસી રહ્યા છે. ત્યારે હડતાલને કારણે દક્ષિણ ગુજરાતની 13 સુગર ફેક્ટરીઓને અસર થવાની સંભાવના સેવાઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્યોગપતિઓ માટે ભાવનગરમાં રહેવું બન્યું મુશ્કેલ, 24 કલાકમાં બીજી ઘટનાથી ચકચાર...


દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટાના જિલ્લામાંથી તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી શેરડીની કાપણી માટે મોટી સંખ્યામાં આવે છે. જેઓ લાંબા સમયથી મજૂરીના રૂપિયા વધારવા સાથે જ બાળકોને શિક્ષણ તથા સગર્ભા, ધાત્રિ માતાઓ સહિત કિશોરીઓ, બાળકોને પોષણ મળી રહેએ માટે આઇસીડીએસ હેઠળ સુવિધાઓ આપવાની માંગણી કરી રહ્યા છે. જોકે સરકાર સહિત સુગર ફેક્ટરીઓ દ્વારા કોયતા મજૂરોની માંગ સામે કોઇ હકારાત્મક અભિગમ ન દાખવતા હવે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 13 સુગર ફેક્ટરીઓમાં કામ કરતા અંદાજે 2 લાખથી વધુ મજૂરો 28 ફેબ્રુઆરીથી હડતાલ પર ઉતરી ફેક્ટરીઓને બંધ કરાવાની કમર કસી રહ્યા છે. હડતાલ સહિત આંદોલનને વેગ આપવા માટે મજૂર અધિકાર મંચ તેમજ મજૂર આગેવાનો દ્વારા ગામેગામ પડાવમાં રહેતા મજૂરોને મળીને હડતાલમાં જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.


ખેતરની ઓરડીમાં યુવતી સાથે બળજબરી, તાબે ન થઇ તો કર્યું એવું કે...
કોયતા મજૂરોની મજૂરીમાં વધારો કરવાની માંગ સાથે જ તેમના રહેવા, શિક્ષણ, આરોગ્ય સહિત જ્યા રહે ત્યા પ્રાથમિક સુવિધાઓ અપાવાની માંગ સાથે રાજ્ય સરકાર, સુગર ફેકટરીના ફેડરેશન તેમજ સુગર ફેકટરીઓને દક્ષિણ ગુજરાતના મજૂર અધિકાર મંચ દ્વારા છેલ્લા 5 વર્ષોથી રજૂઆતો કરવામા આવી રહી છે. પરંતુ સરકાર કે સુગર ફેકટરીઓએ કોઇ હકારાત્મક અભિગમ ન દાખવતા આંદોલનને વેગ આપી ડાંગમાં 12 દિવસની હડતાલ પાડી હતી. ત્યાર બાદ સ્થાનિક તંત્રની સમજાવટ બાદ મજૂરો સુગર ફેકટરીઓમાં કાપણી માટે પહોંચ્યા હતા. 


કોરોનાનો કહેર: ચીન અને જાપાન બાદ હવે ઇરાનમાં પણ ફસાયા 300 ભારતીય નાગરિક


જોકે મહિનાઓ વિતવા છતા પણ કોયતા મજૂરોની માંગ ન સંતોષાતા મંચ દ્વારા 28 ફેબ્રુઆરીથી 2 લાખ કોયતા મજૂરો હડતાલ પર ઉતરશેની ચિમકી સાથે સુગર ફેડરેશન તેમજ ફેકટરીઓને નોટીસ પાઠવી છે. જેમાં ફેડરેશને તેના કાર્યક્ષેત્ર બહારની વાત હોવાનુ જણાવી હાથ ખન્ખેર્યા લીધા હતા. ઉલ્લેખનિય છે કે મજૂરોના ખરા માલિક કોણ અને ન્યુનતમ મહેનતાણુ પણ ન મળતા હોવાના પ્રશ્નો પણ આગેવાનો ઉઠાવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube