લર્નિંગ લાયસન્સ ધરાવતા લોકો માટે મહત્વના સમાચાર, સરકારનો મોટો નિર્ણય
એક યા બીજા કારણોસર શિખાઉ લાયસન્સની છ માસની મુદત પૂર્ણ થઈ ગઈ હોય તેવા સંજોગોમાં અરજદારે આરટીઓ કચેરી ખાતે પુન:શિખાઉ લાયસન્સ મેળવવા માટે આવવું પડતું હતું પરંતુ હવેથી અરજદાર parivahan.gov.in પર ફી ભરતાંની સાથે જ પુન:શિખાઉ લાયસન્સ મેળવી શકશે.
ગાંધીનગરઃ લાયસન્સ સંબંધિત સેવાઓની કામગીરીનું રાજ્ય સરકાર દ્વારા સારથી ૪.૦ અંતર્ગત સરળીકરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સરકારે વધુ એક નિર્ણય લઈ પુન:શિખાઉ ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાનું તથા ડ્રાઈવિંગ લાયસન્સમાં ભયજનક માલના વહન માટેના એન્ડોર્સમેન્ટની કામગીરીનું વિશેષ સરળીકરણ કર્યું હોવાનું વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર એક યા બીજા કારણોસર શિખાઉ લાયસન્સની છ માસની મુદત પૂર્ણ થઈ ગઈ હોય તેવા સંજોગોમાં અરજદારે આરટીઓ કચેરી ખાતે પુન:શિખાઉ લાયસન્સ મેળવવા માટે આવવું પડતું હતું પરંતુ હવેથી અરજદાર parivahan.gov.in પર ફી ભરતાંની સાથે જ પુન:શિખાઉ લાયસન્સ મેળવી શકશે. અરજદાર પોતાની કક્ષાએથી ઘરે બેઠા લાયસન્સ ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી શકે છે.
આ પણ વાંચોઃ Corona Update: છેલ્લા 24 કલાકમાં 1160 નવા કેસ, 10 મૃત્યુ, રાજ્યનો રિકવરી રેટ 92.71%
તે જ રીતે જ્યારે કોઈ ડ્રાઇવીંગ લાયસન્સ ધારક એક વર્ગનું લાયસન્સ ધરાવતો હોય અને બીજા વર્ગનો ઉમેરો (AEDL-Additional Endorsement to Driving License) કરાવવા માંગતો હોય તો આ કામગીરી માટે અરજદારે આરટીઓ કચેરી ખાતે શિખાઉ લાયસન્સ મેળવવા રૂબરૂ આવવું પડતું હતું પરંતુ હવે નવી વ્યવસ્થાના ભાગરૂપે અરજદાર આ વર્ગની ફી ભરીને વર્ગનો ઉમેરો જાતે જ કરી શકશે, જેનું વેરીફીકેશન અને એપ્રુવલ આરટીઓ કક્ષાએ થશે. એપ્રુવલ થયા બાદ અરજદારે નિયત તારીખે ડ્રાઇવીંગ ટેસ્ટ માટે હાજર રહેવાનું રહેશે.
તે ઉપરાંત ડ્રાઇવીંગ લાયસન્સમાં ભયજનક માલનું વહન કરવા માટેના એન્ડોર્સમેન્ટની (Endorsement to Drive Hazardous Material) કામગીરી ફેસલેસ કરવામાં આવી છે. આ કામગીરી માટે આરટીઓ કક્ષાએ જઈ મેન્યુઅલ સ્ટેમ્પીંગ કરાવવાનું રહેશે નહી.
આ પણ વાંચોઃ કૃષિ કાયદાના ફાયદા ગણાવવા કાલથી ગુજરાતમાં ભાજપનું કિસાન સંમેલન
આમ, ઉપરોક્ત તમામ ટ્રાન્જેક્શનમાં શિખાઉ લાયસન્સ મેળવવા અને ભયજનક માલના વહન કરવા માટેના એન્ડોર્સમેન્ટ માટે અરજદારે આરટીઓ કક્ષાએ આવવાની જરૂર રહેશે નહી તેમ વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube