અમદાવાદ : રાજ્યના તમામ એસટી બસ ડેપોમાં સેનેટાઇઝ કરાયેલી બસો સ્ટેન્ડ બાય રાખવાની સરકારની સૂચના બાદ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત તમામ મુખ્ય ડેપોમાં બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તેની સાથે જ ડ્રાઇવર અને કંડક્ટરોને પણ માસ્ક, સેનેટાઇઝર આપી સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. આ વ્યવસ્થાનો  હેતુ એ છે કે સરકારના આદેશ બાદ ગણતરીની મિનિટોમાં વહીવટી તંત્ર આ બસોને દોડાવી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉન વચ્ચે કચ્છમાં 100 એસટી બસને તૈયાર રાખવા આદેશ અપાયો છે. કચ્છ એસટી વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે. ભુજ એસટી ડેપોને 100 બસ તૈયાર કરવા સૂચના અપાઇ છે. સાથે જ 200 ડ્રાઇવરને હાજર રાખવા પણ આદેશ આપવામાં આવ્યો છે. દરેક બસ દીઠ બે ડ્રાઇવર તૈયાર રાખવા કહેવાયું છે. કોરોનાને લઇ તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે.


ભાવનગર 100 એસટી બસો સ્ટેન્ડબાય રાખવાના પણ આદેશ અપાયા છે અને બસો મહુવાથી મધ્યપ્રદેશ જશે. મહુવામાં ફસાયેલા મધ્યપ્રદેશના 27, બોટાદથી 7  લોકોને લઈને જશે. મધ્યપ્રદેશ માટે એસટી બસ ગુજરાતની બોર્ડર સુધી જશે. સરકારના સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનુ પાલન કરાશે. મધ્યપ્રદેશના શ્રમિકો માટે ખાસ 2 બસ ફાળવવામાં આવી છે.


હાલ 3 મે સુધી લોકડાઉન છે. ત્યારબાદ સરકારના આદેશ મુજબ જ તેમજ પેસેન્જરોને સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે સીટ પર કઈ રીતે બેસાડવું તે અંગે નવી ગાઇડલાઇન આવ્યા બાદ જ બસોનું સંચાલન શરૂ કરાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube