અમદાવાદ: કોરોના વાયરસ (Coronavirus)ને વૈશ્વિક મહામારી જાહેર કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા શાળા-કોલેજો, સિનેમાઘરો સહિતની જાહેર સ્થળ બંધ કરવાની જાહેરાત કરી છે. ત્યારે કોરોના વાઇરસને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)ની ટિકિટ ઓનલાઈન બંધ કરવામાં આવી છે. તેમજ જંગલ સફારી આજથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. ગુજરાતના શક્તિ પીઠ અંબાજી મંદિર ખાતે કોરોના વાયરસને લઈ આજે વહેલી સવારથી અંબાજી મંદિરના 7, 8 અને 9 નંબર ગેટ યાત્રિકો માટે બંદ કરાયા છે. તો બીજી તરફ જૂનાગઢ (Junagadh)માં શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (Sakkarbaug Zoo)ને પણ પ્રવાસીઓ માટે બંધ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. ભાવનગરના વેળાવદરમાં આવેલું રાષ્ટ્રીય ઉધાન બંધ કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: રાજીનામાં આપનાર 5 ધારાસભ્યોને કોંગ્રેસે કર્યાં સસ્પેન્ડ, વિધાનસભા થઈ ખંડિત


કોરોના વાયરસને પગલે સ્ટેચ્યૂ ઑફ યૂનિટિની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું તો રાખવામાં આવ્યું છે. પરંતુ વ્યુઈંગ ગેલેરીની ઓનલાઇન ટિકિટ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બનેલું સરદાર પટેલ ઝૂઓલોજી પાર્ક, આબંરડી લાયન સફારી પાર્કને આજથી પ્રવાસીઓ માટે 29 માર્ચ સુધી બંધ કરાયા છે.


આ પણ વાંચો: અબડાસાના ધારાસભ્યે પ્રદ્યુમનસિંહ જાડેજાએ આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ...


જો કે, તંત્ર દ્વારા માત્ર સ્ટેસ્યુ ઓફ યુનિટિ ખાતે જંગલ સફારી પાર્ક બંધ કરવામાં નથી આવ્યો. તંત્ર દ્વારા અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટ સહિત કાંકરિયા ઝુ આગામી 29 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગરના વેળાવદરમાં આવેલું રાષ્ટ્રીય ઉધાન બંધ રહેશે. કોરોના વાયરસની અસરના પગલે તેમજ સરકારના આદેશ બાદ વનવિભાગ દ્વારા 17 માર્ચથી 29 માર્ચ સુધી કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો: ગોંડલમાં ડેટોલ અને ફિનાઇલથી STની 85 બસોની કરાઈ સાફ સફાઈ


ગુજરાતના શક્તિ પીઠ અંબાજી મંદિર ખાતે આજે વહેલી સવારથી અંબાજી મંદિરના 7, 8 અને 9 નંબર ગેટ યાત્રિકો માટે બંદ કરાયા છે. યાત્રીકોને શક્તિ દ્વારથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જ્યાં જીઆઇએસના ગાર્ડ સહિત કર્મચારીઓ મોઢા પર માસ્ક પહેરીને ફરજ બજાવતા જોવા મળ્યા હતા. માઈ ભક્તો અંબાજી મંદિર ખાતે માત્ર એક ગેટથી જ પ્રવેશ કરી શકશે. અહીં હાથ ધોઈને માઈ ભક્તો પ્રવેશ કરતા જોવા મળ્યા હતા.


આ પણ વાંચો: રાજીનામુ આપનાર જેવી કાકડિયાની પત્નીએ ભરતસિંહ સોલંકી પર લગાવ્યો સણસણતો આરોપ


કોરોના વાયરસના પગલે ગુજરાત સરકાર દ્વારા પાટણની રાણીની વાવ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવી છે. 100ની નોટમાં સ્થાન પામેલ વર્લ્ડ હેરિટેજ રાનીની વાવ 31 માર્ચ સુધી પર્યટકો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...