ઇમરાન ખેડાવાલાનો પક્ષ સામે બળવો, પોતાના ઉમેદવારોને ટિકિટ નહી મળતા રાજીનામું ધરી દીધું
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામતાની સાથે જ રાજકીય ગરમા ગરમી પણ વધી ગઇ છે. ઉમેદવારો તમામ પક્ષોમાટે માથાના દુખાવા સમાન સાબિત થઇ રહ્યા છે. અલગ અલગ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત બાદ ખુબ જ અસંતોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે પક્ષ પલટાનો પણ દોર ચાલી રહ્યો છે. તો કેટલાક કદ્દાવર નેતાઓ પોતાના સમર્થકોને ટિકિટ નહી મળવાનાં કારણે પાર્ટી વિરોધી સુર પણ આલાપી રહ્યા છે. તેવામાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની નારાજગી પણ સામે આવી છે.
અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામતાની સાથે જ રાજકીય ગરમા ગરમી પણ વધી ગઇ છે. ઉમેદવારો તમામ પક્ષોમાટે માથાના દુખાવા સમાન સાબિત થઇ રહ્યા છે. અલગ અલગ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત બાદ ખુબ જ અસંતોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે પક્ષ પલટાનો પણ દોર ચાલી રહ્યો છે. તો કેટલાક કદ્દાવર નેતાઓ પોતાના સમર્થકોને ટિકિટ નહી મળવાનાં કારણે પાર્ટી વિરોધી સુર પણ આલાપી રહ્યા છે. તેવામાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની નારાજગી પણ સામે આવી છે.
Ahmedabad: કોંગ્રેસને વાંધો ભાજપ સામે નહી પરંતુ વિકાસ સામે છે, સી.આર પાટીલના આકરા પ્રહાર
ઉમેદવારોની પસંદગી મુદ્દે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રાજીનામાની ચિમકી ઉચ્ચારતા અમદાવાદ કોંગ્રેસમાં ચકચાર મચી ગઇ છે. ઉમેદવારોની પસંદગી કઇ રીતે કરવામાં આવી તે ખબર નથી પડતી. બહેરામપુરા વોર્ડમાં તસ્લિમ તીર્મઝી અને નઝમાં રંગરેઝને ટિકિટ મળવાનાં કારણે ઇમરાન ખેડાવાલા નારાજ હોવાનું સામે આવ્યું છે. જેના પગલે તેમણે રાજીનામાની ચિમકી પણ ઉચ્ચારી છે. કોંગ્રેસ દ્વારા બહેરામપુરા વોર્ડમાં 6 લોકોને મેન્ટેડ આપ્યું હોવાનાં કારણે ખુબ જ વિમાસણની સ્થિતી હોવાનું તેમણે જણાવ્યું છે.
ખેડાવાલાના અનુસાર બહેરામપુરામાં કમરુદ્દીન પઠાણ, કમળા ચાવડા, તસ્લિમ તીરમિઝી, નઝમાં રંગરેઝ, રફીક શેખ અને નફિસાબાનુંને મેન્ડેટ આપ્યા છે. આ અંગે તેમણે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ અમિત ચાવતા અને રાજીવ સાતવ સાથે વાત કરી છે. જેના પગલે હાઇકમાન્ડ દ્વારા મુદ્દાનો ઝડપી ઉકેલ લાવવા માટેની સાંત્વના આપી છે. ઇમરાન ખેડાવાલાને રાજીનામું પણ નહી આપવા માટે જણાવ્યું છે. જો કે હાલ તો ઇમરાન ખેડાવાલા મીડિયા સમક્ષ આવીને સ્પષ્ટ રીતે પક્ષની સામે પડ્યાં હોય તેવું જોવા મળી રહ્યું છે.
ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, મારા કાર્યકર્તાઓને ન્યાય મળી રહ્યો નહી હોવાનાં કારણે હું રાજીનામું આપ્યું છે. અમિત ચાવડાને મારુ રાજીનામું આપી દીધું છે. ખેડાવાલાએ આરોપ લગાવતા કહ્યું કે, સ્થાનિક ધારાસભ્યને વિસ્તાર અંગે વધારે માહિતી હોય છે. તેવામાં સ્થાનિક ધારાસભ્યોને પુછ્યા વગર કે માહિતી મેળવ્યા વગર જ સીધી ટિકિટો ફાળવી દેવામાં આવી છે. આ ધારાસભ્યનું અપમાન છે. તેવામાં હાઇકમાન્ડ દ્વારા યોગ્ય રીતે મુદ્દો સાંભળવામાં આવ્યો નથી. જેથી મે રાજીનામું આપ્યું છે. આગળનો નિર્ણય પક્ષે કરવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube