ઉદય રંજન/અમદાવાદ : ઈન્સ્ટાગ્રામ પર મોકલેલી રિકવેસ્ટ રિજેક્ટ કરતા યુવકે બદલો લેવાના ઈરાદે એવું કૃત્ય કર્યું કે હવે આરોપીને જેલ સળીયા ગણવાનો વખત આવ્યો છે. સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ આશિષ ગોધવાણી છે. તેને ડિવોર્સી મહિલાને ગંદી અને બિભત્સ ગાળો લખી મેસેજ કર્યા હતા. તે કરવા પાછળનું કારણ માત્ર એટલું હતું, કે યુવતીએ તેની રિકવેસ્ટ સ્વીકારી ન હતી. માટે આરોપીએ દિપા ટેકવાની નામનુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી યુવતીને બિભત્સ મેસેજ મોકલ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાધનપુરમાં પુત્રની જાન પરણવા નિકળે તે પહેલા માતાને કરંટ લાગતા મોત, સાદાઇથી લગ્ન પુર્ણ થયા


જેથી યુવતીએ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને તેની ધરપકડ કરવામા આવી છે. આરોપી આશિષની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે ગ્રાફિક્સ અને પ્રિન્ટીંગનું કામ કરે છે. પરંતુ સમય પસાર કરવા માટે આ હરકત કરી છે. તેને પહેલાથી જ ખબર હતી કે યુવતીના ડિવોર્સ થઇ ચુક્યાં છે. તેવામાં તે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવવા માંગતો હતો. જો કે હજી સુધી આ મામલે પોલીસ કેટલીક તપાસ ચલાવી રહી છે. આ કિસ્સામાં તેણે વધારે યુવતીઓને પરેશાન કરી છે કે કેમ તે મુદ્દે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube