43 વર્ષ બાદ ભારતીય PM કુવૈતની મુલાકાતે, જાણો આરબ દેશની મુલાકાત પાછળનું શું છે કારણો?
PM Modi Kuwait Visit: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ એક વખત અરબ દેશના પ્રવાસે છે. જેમાં તેમની બે દિવસની યાત્રા ખાડી વિસ્તારમાં ભારતની કૂટનીતિક પહોંચમાં વધુ એક મોટો માઈલ સ્ટોન સાબિત થશે.
Trending Photos
PM Modi Kuwait Visit: પ્રધાનમંત્રી મોદી ખાસ ગલ્ફ ડિપ્લોમસી અંતર્ગત કુવૈતની 2 દિવસની યાત્રાએ પહોંચ્યા છે. પીએમ મોદીની આ યાત્રા છેલ્લાં 4 દાયકાથી પણ વધારે સમય બાદ કોઈ ભારતીય પીએમની પહેલી યાત્રા છે. છેલ્લે 1981માં તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ કુવૈતનો પ્રવાસ ખેડ્યો હતો. ત્યારે અરબ દેશો સાથે ભારત કેમ સતત મજબૂત સંબંધો કરી રહ્યું છે? ચાલો જાણીએ કે અરબ દેશો સાથે ભારતના સંબંધો મજબૂત થવા પાછળના કારણો શું છે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ એક વખત અરબ દેશના પ્રવાસે છે. જેમાં તેમની બે દિવસની યાત્રા ખાડી વિસ્તારમાં ભારતની કૂટનીતિક પહોંચમાં વધુ એક મોટો માઈલ સ્ટોન સાબિત થશે.
4 દાયકા બાદ ભારતના વડાપ્રધાન કુવૈતના પ્રવાસે
પ્રધાનમંત્રી મોદીએ કુવૈતની ધરતી પર આગમનની સાથે વધુ એક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો. કેમ કે છેલ્લે ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ 1981માં કુવૈતનો પ્રવાસ કર્યો હતો. પીએમ મોદીની આ યાત્રા છેલ્લાં 4 દાયકામાં કોઈ ભારતીય પીએમની પહેલી કુવૈત યાત્રા છે.
PM મોદીના પ્રવાસથી બન્ને દેશના સંબંધો બનશે મજબૂત
નવી દિલ્લીથી રવાના થતા પહેલાં પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં બન્ને દેશ વચ્ચેના સંબંધને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો. ભારત અને કુવૈત માત્ર વેપાર અને ઉર્જા ભાગીદાર જ નથી. પરંતુ પશ્વિમ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં પણ તેમની સંયુક્ત રૂચિ છે. અમે કુવૈતની સાથે ઐતિહાસિક સંબંધોને વધુ મહત્વ આપીએ છીએ, જે પેઢીઓથી ચાલી રહ્યો છે. આ પ્રવાસથી બન્ને દેશના સંબંધ વધારે મજબૂત બનશે.
કુવૈતમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત
કુવૈત પહોંચેલા પ્રધાનમંત્રી મોદીનું એરપોર્ટ પર કુવૈતના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય સમુદાયના લોકોએ હોટલની બહાર વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. આ સમયે તેમણે 101 વર્ષના એક વ્યક્તિ સાથે ખાસ મુલાકાત કરી છે. તેમનું નામ છે મંગલ સેન હાંડા. જે ભારતના પૂર્વ વિદેશ સેવા અધિકારી છે. 2023માં 100 વર્ષ પૂરા થવા પર પીએમ મોદીએ મંગલસેન હાંડાને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.
પીએમ મોદી કંઈ એમ જ કુવૈતના પ્રવાસે પહોંચ્યા નથી. ભારતના અરબ દેશો સાથે મજબૂત થઈ રહેલા સંબંધો પાછળ સાત કારણો છે.
- વ્યવહારિક વિદેશ નીતિ
- મધ્ય-પૂર્વમાં પ્રવાસી ભારતીયોની મોટી સંખ્યા
- ભારતની વધતી જતી ઉર્જા જરૂરિયાત
- અરબ દેશોની આર્થિક તાકાત
- ઈઝરાયલ અને અરબ દેશોના સંબંધોમાં નરમાશ
- સુરક્ષા અને સહયોગમાં વધારે મજબૂતી
- વૈશ્વિક સ્તરે પાકિસ્તાનનું નબળું પડવું
આ એવા કારણો છે જેના કારણે ભારત અરબ દેશોને વધુ મહત્વ આપે છે. ત્યારે આશા રાખીએ કે અરબ દેશોની સાથે ભારતના સંબંધો વધુને વધુ મજબૂત બને.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે