ભાવનગર : સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વન્યપશુઓના આતંકની શરૂઆત થઇ હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને દિપડાના આતંકના કારણે સૌરાષ્ટ્રના જંગલ કિનારાના ગામડાના લોકો ખુબ જ પરેશાન છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં દીપડાના હુમલાની ત્રણ ઘટનાઓ સામે આવી છે. જેમાં એક બાળકીનું મોત નિપજ્યું છે. તો ત્રણ લોકો ઘાયલ થયા છે. તારીખ 10-07 ના દિવસે અમરેલી જિલ્લામાં આવેલા ધારી ગીર પૂર્વ સરસીયા રેન્જ ચલાલા બીટ વિસ્તારના ગરમલીનજીક રાત્રે સંગીતાબેન રવીન્દ્રભાઇ ઠાકર (ઉ.વ 30) નયનાબેન રાકેશભાઇ માલ (ઉ.વ 35) આ બંન્ને મહિલાઓ રાત્રીના સમયે ખેતરમાં જમીનના શેડની બહાર સુતા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે થર્ડ ડિગ્રીનો જમાનો નથી, FSLની મદદથી કોઈપણ કઠોર‌ વ્યક્તિને તોડી શકાય: અમિત શાહ


દરમિયાન દીપડો આવી જતા બંન્ને પર હૂમલો કરીને ઇજાઓ પહોંચાડી હતી. બંન્ને મહિલાઓ ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. ઘટના અંગે માહિતી મળતા વન વિભાગ અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. જો કે હજી સુધી દીપડાને ઝડપવામાં સફળતા મળી નથી. 


SURAT: ટ્રાફિક બ્રિગેડના જવાનની લુખ્ખાગીરી, રિક્ષા પર એવી રીતે તુટી પડ્યો કે જાણે...


બીજી ઘટના 11 તારીખે ભાવનગર જિલ્લાના પાલીતાણા રેન્જ ભંડારીયા ગામ નજીક વાડી વિસ્તારમાં બની હતી. અહીંથી દીપડો એક બાળકીને ઉઠાવી ગયો હતો અને ફાડી ખાધી હતી. ત્રીજી ઘટના અમરેલી જિલ્લામાં આવેલા ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં સેમરડી નજીક રાત્રે રહેતા કાનાભાઇ સાદુલભાઇ વાઘેલા ઉંમર વર્ષ 50 વર્ષ તેમની પાસે ઘેટા મોટા પ્રમાણમાં છે. જેથી સિંહ તેમનો શિકાર કરવા આવ્યો હતો. જો કે તેઓ ઉઠી જતા તેમણે પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા પોલીસે તેમને માથાના ભાગે પંજો માર્યો હતો. હાલ તેમની સારવાર અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube