ઇડર : સ્થિત પાંજરાપોળ સંસ્થામાં ખોરાકી ઝેરની અસરથી ૧૧૬ જેટલા પશુઓના મોત નીપજ્યા ૨૦૦ થી વધુ પશુઓને સારવાર આપી બચાવી લેવાયા છે. ત્યારે દરરોજનું એક લાખનો ઘાસચારો પશુઓને અપાય છે. સાબરકાંઠાના ઇડરમાં ૧૦૫ વર્ષ જૂની મૂંગા પશુઓ માટે પાંજરાપોળ સંસ્થા ચાલી રહી છે. જેમાં હાલના તબક્કે બાવીસોથી વધારે પશુઓનું નિર્વાહ થઈ રહ્યુ છે. જોકે ૭૦૦ એકર જેટલી જગ્યામાં પથરાયેલા પાંજરાપોળ પશુઓ માટે લીલો ઘાસચારો બહારથી લાવી રહ્યા છે. બહારથી લાવેલ લીલો ઘાસચારો આરોગવાને લઈને ૩૦૦ જેટલા પશુઓને ખોરાકી ઝેરની અસર જોવા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વમા જવલ્લે જ જોવા મળતી બિમારીથી પીડાતા હતા બાળકો, વડોદરાની હોસ્પિટલે આપ્યું નવજીવન


જો કે સ્થાનિક ડોક્ટર પશુઓની સારવાર શરૂ કરી અને વધુ સારવાર માટે સરકારી પશુચિકિત્સકને પણ બોલાવવામાં આવ્યા હતા. સારવાર શરૂ કરાઇ હતી પરંતુ કમનસીબે ૧૧૬ જેટલા પશુઓના જીવ ગુમાવવા પડ્યા હતા. ૨૦૦ થી વધુ પશુઓને બચાવી લેવાયા હતા. રોજે રોજે પશુઓ માટે બહારથી લીલો ઘાસચારો મંગાવવામાં આવે છે. રોજેરોજ જ્યાંથી ઘાસચારો આવે છે ત્યાથી જ ઘાસચારો આવેલ હતો અને રોજ ત્રણ ટ્રક ઘાસ આવે છે પરંતુ એકજ ટ્રકમાં રહેલ ઘાસચારો આરોગવાને લઈ ખોરાકી ઝેરની અસર થવા પામી હતી. 


દેવુ થઇ જતા પુત્રએ રાત્રે ઉંઘી રહેલા પોતાના પુત્રની જ હત્યા કરી નાખી અને પછી...


એક તરફ ઉનાળાની શરૂઆત થઈ રહી છે. જેને લઈ લીલો ઘાસચારો ઓછો મળી રહ્યો છે. તો બીજી તરફ બાવીસોથી વધુ પશુઓની નિર્વાહ કરતા પાંજરાપોળ સંસ્થામાં દૈનિક ત્રણ ટ્રક જેટલો લીલો ઘાસચારાની જરૂરિયાત જણાતી હોય છે, ત્યારે બહારથી સંસ્થા દ્વારા લીલો ઘાસચારો મંગાવવો પડતો હોય છે પરંતુ બે દિવસ અગાઉ આવેલ ત્રણ ટ્રક પૈકી એક ટ્રકમાં રહેલ ઘાસચારો આરોગતા ખોરાકી ઝેરની અસર જોવા મળી હતી. શરૂઆતમાં અબોલા પશુઓ ધ્રુજી રહ્યા હતા. થોડાજ સમય બાદ મોઢામાંથી ફિણ નીકળવા લાગ્યા હતા. બાદમાં એક બાદ એક પશુઓ જીવ તરછોડી રહ્યા હતા અને બાદમાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓના રેન્ડમલી પોસ્ટમોર્ટમ કરાયું હતું. 


વડોદરામાં ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોની રજુઆતો છતા પણ નિંભર તંત્ર કુંભકર્ણનિંદ્રાધીન


જેમાં પ્રાથમિક ધોરણે ખોરાકી ઝેરની અસર થઈ હોવાનું બહાર આવ્યું હતું. પશુપાલન વિભાગ દ્વારા હવેથી ઘાસચારો આવ્યેથી ઘાસચારાની તપાસ બાદ પશુઓને આરોગવા માટે આપવામાં આવશે. તો દરરોજની ત્રણ ટ્રક એટલે કે રોજના એક લાખનું ઘાસચારો પશુઓને આપવામાં આવે છે. એક તરફ લીલા ઘાસચારાની અછત વચ્ચે બહારથી મંગાવેલ લીલા ઘાસચારો આરોગતા ખોરાકી ઝેરની અસરને લઈ ૨૭ ગાય અને ૮૯ વાછરડા સહિતના પશુઓ મોતને ભેટ્યા હતા તો બીજી તરફ ૨૦૦ થી વધુ પશુઓને પશુચિકિત્સકો દ્વારા સારવાર આપી બચાવી લેવાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube