પિતરાઇ ભાઇ અને બહેનની વચ્ચે બંધાયા એવા સંબંધો કે પછી દુનિયાની તમામ હદો તોડીને...
જિલ્લાના દરેડ ગામમાં યુવતી અને લાલપુર તાલુકાના માધુપુ ગામના એક યુવક સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. જો કે આ યુવક બીજો કોઇ નહી પરંતુ તેનો જ ભાઇ હતો. પિતરાઇ ભાઇ-બહેને આત્મહત્યા કરી લેતા સમગ્ર મામલે ચકચાર મચી ગઇ છે. જો કે સમાજ ક્યારે પણ આ આ સંબઁધ નહી સ્વિકારે તેવા ડરના કારણે બંન્ને ઘર છોડીને ભાગી છુટ્યા હતા. જો કે આખરે ભાગવું પણ રસ્તો નથી તેવું લાગી આવતા બંન્નેએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી.
જામનગર : જિલ્લાના દરેડ ગામમાં યુવતી અને લાલપુર તાલુકાના માધુપુ ગામના એક યુવક સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. જો કે આ યુવક બીજો કોઇ નહી પરંતુ તેનો જ ભાઇ હતો. પિતરાઇ ભાઇ-બહેને આત્મહત્યા કરી લેતા સમગ્ર મામલે ચકચાર મચી ગઇ છે. જો કે સમાજ ક્યારે પણ આ આ સંબઁધ નહી સ્વિકારે તેવા ડરના કારણે બંન્ને ઘર છોડીને ભાગી છુટ્યા હતા. જો કે આખરે ભાગવું પણ રસ્તો નથી તેવું લાગી આવતા બંન્નેએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી.
AAP કા નશા! ઇસુદાન ગઢવી દારૂ પીધો હતો, દારૂ નહી પીધાની આપની 'શ્રદ્ધા' ઠગારી નિવડી
જો કે આ ઘટનામાં યુવતીનું મોત નિપજ્યું છે જ્યારે યુવાન હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. પ્રેમ સંબંધની વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં લાલપુર તાલુકાના માધુપુર ગામે યુવકને જામનગરનાં દરેડ ગામે રહેતી તેની જ કુટુંબી પિતરાઇ બહેન સાથે પ્રેમ થઇ ગયો હતો. સમયાંતરે બંન્ને વચ્ચેનો પ્રેમ એટલો ગાઢ બન્યો હતો કે, બંન્નેને લાગ્યું હતું કે એક બીજા વગર જીવી નહી શકીએ. જેથી આખરે બંન્નેએ ભાગી જવાનો નિર્ણય લીધો હતો. જો કે ગમે તે કારણથી અથવા તો પરિવાર અને સમાજનાં ડરથી બંન્નેએ ઝેરી દવા પીધી હતી.
એમેઝોનના જંગલમાં લાગેલી આગ આર્યાના હૃદયમાં 'ક્લાયમેટ ચેન્જ' ની એવી જ્વાળા પ્રગટાવી કે, બની ગઈ લેખિકા
બંન્ને પિતરાઇ દ્વારા ઝેરી દવા પીને અંતિમ પગલું ભર્યું છે જે અંગેની જાણ થતા જ યુવાનના પરિવાર દ્વારા તત્કાલ ઘટના સ્થળે પહોંચીને જામનગર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં ફરજ પરનાં ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરી હતી. જ્યારે યુવાનની હાલત ગંભીર જણાતા તત્કાલ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ તો પોલીસે યુવાનનાં પિતાનું નિવેદન નોંધ્યું છે. આ મુદ્દે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube