AAP કા નશા! ઇસુદાન ગઢવી દારૂ પીધો હતો, દારૂ નહી પીધાની આપની 'શ્રદ્ધા' ઠગારી નિવડી

AAP નેતા ઇસુદાન ગઢવી પર દારૂ પીને મહિલાની છેડતી કરવાના ગંભીર આરોપ લાગ્યા હતા. કોબા ખાતે આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે AAP અને ભાજપના નેતાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયા બાદ, ભાજપની મહિલા કાર્યકરોએ AAPના નેતા ઈસુદાન ગઢવી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ભાજપની મહિલા કાર્યકરોનો આરોપ હતો કે ઈસુદાન નશાની હાલતમાં હતા અને તેમણે છેડતી પણ કરી હતી. ભાજપની મહિલા કાર્યકરોએ આ બાબતે પોલીસને અરજી પણ આપી હતી. જેના પગલે ઈસુદાન ગઢવીનો મેડિકલ ટેસ્ટ કરવા માટે સિવિલ લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે વિશેષ તપાસ માટે સેમ્પલ FSL ખાતે મોકલી અપાયા હતા. 
AAP કા નશા! ઇસુદાન ગઢવી દારૂ પીધો હતો, દારૂ નહી પીધાની આપની 'શ્રદ્ધા' ઠગારી નિવડી

ગાંધીનગર : AAP નેતા ઇસુદાન ગઢવી પર દારૂ પીને મહિલાની છેડતી કરવાના ગંભીર આરોપ લાગ્યા હતા. કોબા ખાતે આવેલા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે AAP અને ભાજપના નેતાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયા બાદ, ભાજપની મહિલા કાર્યકરોએ AAPના નેતા ઈસુદાન ગઢવી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ભાજપની મહિલા કાર્યકરોનો આરોપ હતો કે ઈસુદાન નશાની હાલતમાં હતા અને તેમણે છેડતી પણ કરી હતી. ભાજપની મહિલા કાર્યકરોએ આ બાબતે પોલીસને અરજી પણ આપી હતી. જેના પગલે ઈસુદાન ગઢવીનો મેડિકલ ટેસ્ટ કરવા માટે સિવિલ લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે વિશેષ તપાસ માટે સેમ્પલ FSL ખાતે મોકલી અપાયા હતા. 

આ ઉપરાંત પોલીસ દ્વારા આપના ઇસુદાન ગઢવી ઉપરાંત 55 નેતાઓની પોલીસે ધરપકડ કરી હતી.  ત્યાર બાદ કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કરવામાં આવ્યા હતા. કમલમ પર પેપર કાંડ મામલે વિરોધ કરવાના મામલે આપના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કરાયા છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટલીયા સહિત બધાના જમીન મંજૂર કરાયા છે. જેલમાંથી છુટ્યા બાદ પણ ઇસુદાને પોતે ક્યારે પણ દારૂ નહી પીધો હોવાનો જ દાવો કર્યો હતો. 

જો કે એફએસએલમાં તેણે દારૂ પીધો હોવાનું સાબિત થતા ચકચાર મચી ગઇ છે. અત્રે નોંધનીય છે કે, કમલમ ખાતે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. આ ઝપાઝપી બાદ ભાજપના મહિલા કાર્યકરો શ્રદ્ધા ઝા અને શ્રદ્ધા રાજપૂતે ઇશુદાન સહિતનાં નેતા દારૂનાં નશામાં હોવાનો તથા તેમની છેતડી થયાના આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ આ સમગ્ર મામલો ભારે હાઇપ્રોફાઇલ નાટ્યક્રમમાં પરિણમ્યો હતો. જો કે હવે એફએસએલનો રિપોર્ટ આવતા દુધનું દુધ અને પાણીનું પાણી થઇ ચુક્યું છે. જે વિવાદિત મુદ્દો હતો તે હવે સાબિત થઇ ગયો છે. જેના પગલે ઇસુદાન ગઢવી સામે વધારે એક કેસ નોંધાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news