મુસ્તાક દલ/જામનગર: નેવી સેનાની પાખ INS વાલસુરાના 6 નૌસૈનિક જવાનોએ દુનિયાનીથી અતિ કઠિન અને સાહસિક ગણાતી એવામાની એક મનાલીથી લેહ સુધીની 580 કિલોમીટરની છ હજારથી લઇ અઢાર હજાર ફૂટ સુધીની ઊંચાઈ સાથે પહાડોની સાયકલ યાત્રા વરસતા વરસાદ, કીચડ અને બરફીલા પહાડોમાથી પસાર થઈ માત્ર નવ દિવસમાં પૂર્ણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશને પર્યાવરણ બચાવો, સાઇકલિંગથી તંદુરસ્તી તેમજ ઇન્ડિયન નેવીની જાગૃતતા અંગેનો આપ્યો અનોખો સંદેશ આપ્યો હતો. ભારતીય નેવીના જવાનો સેનાની ક્ષમતા અને દેશને કંઇક અનોખો જ મેસેજ આપવા માટે અલગ અલગ પ્રકારના સાહસિક એડવેન્ચર કરતા હોય છે. ત્યારે અગાઉ પણ ભારતીય નેવીની મહિલાઓએ "નાવિકા સાગર પરિક્રમા" નો પ્રવાસ ખેડી ભારત સહિત સમગ્ર વિશ્વને સાહસિકતાનો એક અનોખો સંદેશો આપ્યો હતો.


રાજકોટ: 8 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો, ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ


બીજી તરફ જામનગર સ્થિત નેવીની પાખં INS વાલસુરામાં ફરજ બજાવતા 6 નવ સૈનિકોએ જે વર્ષમાં માત્ર બેથી ત્રણ મહિના જ ખુલે છે તેવો પહાડી રસ્તો મનાલીથી લેહ સુધીના હજારો ફૂટની ઊંચાઈ પરના માર્ગમાં દુનિયામાં અતિ કઠિન ગણાતી તેવા રસ્તા પર જીવના જોખમે સાયકલ યાત્રા પૂર્ણ કરી ભારતીય નેવી સેના દ્વારા સુંદર મેસેજ આપ્યો હતો. 
 
જામનગરમાં આવેલી ભારતીય નેવીની પાક આઇને વાલસુરામાં કમાન્ડિંગ ઓફિસર અને તેમની ટીમ દ્વારા પ્રેરણા લઈને આજના યુગમાં સાઇકલિંગથી સ્વાસ્થ્ય માટે તંદુરસ્તી તેમજ સ્વચ્છતા અભિયાન અને સેનામાં વધુને વધુ યુવાનો જોડાય તે અંગેની જાગૃતતાના હેતુસર જામનગર આઇએનએસ વાલસુરામાં ફરજ બજાવતા લેફ્ટેનન્ટ કમાન્ડર આદિત્ય સચદેવની આગેવાની હેઠળ સબ લેફ્ટનન્ટ આરૂષ શર્મા, સબ લેફ્ટનન્ટ અભિષેક શર્મા, કુલદીપ લોગ, સંતોષ અને વેદપાલ કુલ 6 નૌસૈનિક જવાનોએ મનાલી પહોંચી યાત્રાનો પ્રારંભ કર્યો હતો.


તહેવારોમાં સક્રીય થતી ચોર ટોળકી માટે અમદાવાદ પોલીસે ઘડ્યો માસ્ટર પ્લાન
 
નવ દિવસની યાત્રામાં દરરોજ સરેરાશ 40 થી 80 કિલોમીટર વચ્ચેનું અંતર નૌસૈનિકો દ્વારા પસાર કરવામાં આવતું હતું. સાયકલ યાત્રા દરમિયાન નેવીના જવાનોએ પોતાના સ્વાસ્થ્યની પણ એટલી જ કાળજી રાખી કે જેથી લઈને સાઈકલ યાત્રામાં કોઇ વિક્ષેપ ન પડે. જ્યારે સતત બરફ અને વરસાદી માહોલમાં સ્વાસ્થ્યને સાચવવું પણ જવાનો માટે એક ચેલેન્જ ભર્યું કામ હતું. રાત્રે ટેન્ટ નાખી અને જુદા જુદા વિસ્તારોમાં રાતવાસો કરવામાં આવતો હતો તેમજ ભોજન પણ જાતે બનવાતા હતા. 


છોટાઉદેપુર: નશાની હાલતમાં ક્લાસ રૂમમાં આરામ ફરમાવતો શિક્ષકને કરાયો સસ્પેન્ડ


જોકે આખા વર્ષમાં જે સમય દરમિયાન મનાલી થી લેહ સુધીનો માર્ગ ખુલ્લો મૂકવામાં આવે છે એ સમય દરમિયાન ભારે વરસાદ અને બરફ વર્ષા હોવાના કારણે પણ રસ્તો ખૂબ જ કઠિન બની જાય છે અને એવા સમયે સાયકલથી હજારો કિલોમીટર ઊંચા પહાડો પર અંતર પસાર કરવું ખૂબ જ કઠિન બને છે. જ્યારે કોઈ પણ જાતની આપદા આવે કે મુસીબતોને પણ પાર કરી મનાલીથી લેહ સુધીની 580 કિલોમીટરની યાત્રા માત્ર નવ દિવસમાં સફળતા સાથે તમામ નૌસૈનિકોએ પૂર્ણ કરી હતી.


 જુઓ LIVE TV :