તહેવારોમાં સક્રીય થતી ચોર ટોળકી માટે અમદાવાદ પોલીસે ઘડ્યો માસ્ટર પ્લાન

દિવાળીના તહેવારોને લઈને ચોર ટોળકી સક્રીય થાય છે. આ ચોર ટોળકીને નિષ્ફળ કરવા માટે અમદાવાદ પોલીસે ખાસ એકશન પ્લાન તૈયાર કર્યો છે. દરેક વિસ્તારમા 8થી વધુ ટીમ સક્રીય રહેશે. જે બેન્ક, એટીએમ અને શોપીંગ સેન્ટર પર નજર રાખશે. આ એકશન પ્લાનને અમલમાં લાવવા પોલીસ પણ એકશનમા આવી ગઈ છે.

Updated By: Oct 15, 2019, 08:12 PM IST
તહેવારોમાં સક્રીય થતી ચોર ટોળકી માટે અમદાવાદ પોલીસે ઘડ્યો માસ્ટર પ્લાન
ફાઇલ ફોટો

ઉદય રંજ/અમદાવાદ: દિવાળીના તહેવારોને લઈને ચોર ટોળકી સક્રીય થાય છે. આ ચોર ટોળકીને નિષ્ફળ કરવા માટે અમદાવાદ પોલીસે ખાસ એકશન પ્લાન તૈયાર કર્યો છે. દરેક વિસ્તારમા 8થી વધુ ટીમ સક્રીય રહેશે. જે બેન્ક, એટીએમ અને શોપીંગ સેન્ટર પર નજર રાખશે. આ એકશન પ્લાનને અમલમાં લાવવા પોલીસ પણ એકશનમા આવી ગઈ છે.

દિવાળીના તહેવારને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પોલીસે ચોર ટોળકીને ડામવા એકશન પ્લાન તૈયાર કર્યો છે. તહેવારોમા ચેઈન સ્નેચીંગ, ચોરી અને લૂંટની ઘટનાઓ સૌથી વધુ પ્રકાશમા આવે છે. કારણ કે, આ સમયે  બેન્કમાં નાણાની લેવડ-દેવડ અને ખરીદીનું પ્રમાણ વધારે હોવાથી આ પ્રકારની ઘટનાઓ વધી જાય છે. જેથી પોલીસે દરેક વિસ્તારમા 8થી વધુ ટીમો બનાવી છે. જે બેન્કો, શોપીંગ સેન્ટર અને ચેઈન સ્નેચીંગના હોટ સ્પોર્ટ પર પોલીસનું સતત પેટ્રોલીંગ અને ચેંકીગ રાખવામા આવ્યુ છે. જેથી તહેવારમા પોલીસની હાજરીની અનુભુતી રહે છે.

છોટાઉદેપુર: નશાની હાલતમાં ક્લાસ રૂમમાં આરામ ફરમાવતો શિક્ષકને કરાયો સસ્પેન્ડ

દિવાળીના તહેવારમાં સ્થાનિક રહીશો વેકેશન માળવા સ્વજનના ઘરે કે પયર્ટન સ્થળે જતા હોય છે. જેથી ઘર બંધ હોવાથી ચોર ટોળકીને મોકળુ મેદાન મળી જાય છે. અને ઘરફોડ ચોરીનું પ્રમાણ વધે છે. જેથી પોલીસે વેકેશનમા જતા રહીશોને કિંમતી વસ્તુઓ બેન્ક લોકરમાં મુકવાની અને પોલીસને જાણ કરવાની અપીલ કરી છે. સાથે બેન્કોમાં પણ પોલીસ કર્મચારી ખાનગી ડ્રેસમાં ગ્રાહકની જેમ બેસીને વોચ રાખશે. દર વર્ષે દિવાળીના તહેવારમાં ચોર ટોળકી ગુનાખોરીના રેકર્ડ બનાવે છે. આ વર્ષે પોલીસનો આ એકશન પ્લાન ગુનેગારને નિષ્ફળ કરશે કે, પોલીસ નિષ્ફળ રહેશે તે જોવાનુ રહ્યું.

 જુઓ LIVE TV :