સુરત : શહેરના ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં 82 દિવસમાં જ ચુકાદો આવી ગયો છે. ગ્રીષ્માના હત્યામાં ફાંસીની સજા થયેલા ફેનિલ ગોયાણીને લાજપોર જેલમાં સી-5 યાર્ડમાં પુરવામાં આવ્યો છે. આ જ સેલમાં અન્ય 5 કેદીઓ પણ છે. તેમને પણ ફાંસીની સજા થઇ ચુકી છે. આ તમામ ખુંખાર કેદીઓ પર નજર રાખવા માટે અલગથી 2 વોર્ડન અને 1 વોચમેન રખાયા છે. ગ્રીષ્માની હત્યા કરનારો ફેનિલ ગોયાણી પણ આ જ જેલની બેરેકમાં રખાયો છે. ફેનિલને હાલ તો આ યાર્ડની સાફસફાઇનું કામ સોંપાયું છે. અહીં તે કેદીનંબર 2231 ના નામે ઓળખાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયા મોસમ પબ્લિક કો રિઝાને કા? PM મોદી, CM અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી સભાઓ ગજવશે


અત્રે નોંધનીય છે કે, ફેનિલ ગોયાણીને પહેલા 3 મહિના માટે ફ્રીમાં સેવા આપવાની રહેશે. તેનો ટ્રેનિંગ સમયગાળો પુર્ણ થયા બાદ તેને પગાર અપાશે. જેલમાં પાકા કામના કેદી તરીકે ફેનિલને સી-5 યાર્ડમાં 2 નંબરની બેરેકમાં રખાયો છે. જે કેદીનંબર 2231 થી ઓળખાશે.  જેલતંત્રના જણાવ્યા અનુસાર ફેનિલ ઇજાગ્રસ્ત હોવાનાં કારણે તેને સાફ સફાઇ સહિતનાં હળવા કામ જ સોંપવામાં આવશે. જ્યારે તે સાજો થશે ત્યાર બાદ તેની પાસે અન્ય કામગીરી પણ શીખવવામાં આવશે અને સોંપાશે. 


ગુજરાત હાઇકોર્ટના સિનિયર જસ્ટિસ પારડીવાલાની સુપ્રીમકોર્ટમાં નિમણૂંક થઇ


લાજપોર જેલમાં રહેલા અને ફાંસીની સજા નિચલી કોર્ટમાંથી અપાઇ ચુકી છે. જો કે હાઇકોર્ટમાં જવા ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં જવા અને રાજ્યપાલ તથા રાષ્ટ્રપતિને દયા અરજી કરવા સહિતની કાયદાકીય કામગીરી બાકી હોવાથી આ લોકો કાયદાકીય આટાપાટાનો અંત આવે ત્યાં સુધીની રાહ જોઇ રહ્યા છે. અનિલ યાદવ કેસમાં હાઇકોર્ટે ફાંસીની સજા મંજૂર રાખી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટે ફાંસી પર પ્રતિબંધ લગાવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube