ગુજરાત હાઇકોર્ટના સિનિયર જસ્ટિસ પારડીવાલાની સુપ્રીમકોર્ટમાં નિમણૂંક થઇ

ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડીને આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમકોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમની ભલામણ કરી હતી. જે માન્ય રાખવામાં આવી છે. 
ગુજરાત હાઇકોર્ટના સિનિયર જસ્ટિસ પારડીવાલાની સુપ્રીમકોર્ટમાં નિમણૂંક થઇ

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડીને આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમકોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમની ભલામણ કરી હતી. જે માન્ય રાખવામાં આવી છે. 

જસ્ટિસ જે.બી પારડીવાલાનો જન્મ મુંબઇમાં થયો હતો. જસ્ટિસ પારડિવાલાએ 1990માં ગુજરાતના હાઇકોર્ટમાં પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. 1994 માં તેમને ગુજરાતની બાર કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002માં ગુજરાતના હાઇકોર્ટ માટે સ્ટેન્ડિંગ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 17 ફેબ્રુઆરી 2011ના રોજ ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતા બુરજોર પારડીવાલાએ વલસાડ અને નવસારીના જિલ્લાઓમાં 52 વર્ષ વકીલાત કરી હતી.

જજ પારડીવાલાનો ટુંકો પરિચય
નામ : જસ્ટિસ જે.બી. પારડીવાલા
જન્મ તારીખ: 12/08/1965
ઇન્ટ. અરજી: 17/02/2011
જોડાવાની તારીખ: 17/02/2011
નિવૃત્તિની તારીખ: 11/08/2027
સ્ત્રોત: બાર કાઉન્સિલ
પરિચય : 17મી ફેબ્રુઆરી 2011ના રોજ ગુજરાત હાઇકોર્ટના અધિક ન્યાયાધીશ તરીકે ઉન્નત થયા હતા.

12મી ઓગસ્ટ 1965ના રોજ મુંબઈમાં જન્મ. વર્ષ 1985માં જે.પી. આર્ટસ કોલેજ, વલસાડમાંથી સ્નાતક થયા. 1988માં વલસાડની કે.એમ.લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી. 18મી નવેમ્બર 1988ના રોજ સનદ મેળવી હતી. વકીલોના પરિવારમાં જન્મેલા મૂળ દક્ષિણ ગુજરાતના વલસાડ તરીકે ઓળખાતા નગરના વતની છે. દાદા નવરોજજી ભીખાજી પારડીવાલાએ વર્ષ 1894માં વલસાડ ખાતે પ્રેક્ટિસ શરૂ કરી હતી. દાદા કાવસજી નવરોજજી પારડીવાલા 1929માં વલસાડ ખાતે બારમાં જોડાયા હતા. 

1958 સુધી પ્રેક્ટિસ કરી હતી. પિતા બુર્જોર કાવસજી પારડીવાલા 1955માં વલસાડ ખાતે બારમાં જોડાયા હતા. ડિસેમ્બર 1989થી માર્ચ 1990 સુધીના સમયગાળા દરમિયાન 7મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ રહ્યા હતા. જાન્યુઆરી, 1989થી વલસાડ ખાતે પ્રેક્ટિસ શરૂ કરી. સપ્ટેમ્બર, 1990માં ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદમાં શિફ્ટ થયા. કાયદાની તમામ શાખાઓમાં પ્રેક્ટિસ કરી. 1994 થી 2000 સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય રહ્યા. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની શિસ્ત સમિતિના નામાંકિત સભ્ય તરીકે પણ નિયુક્ત થયા. 

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રકાશન ગુજરાત લો હેરાલ્ડના માનદ સહ-સંપાદક તરીકે કામ કર્યું. ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસ ઓથોરીટીના સભ્ય તરીકે કામ કર્યું. 2002 થી ગુજરાત હાઈકોર્ટ અને તેની ગૌણ અદાલતો માટે સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને ખંડપીઠમાં ઉન્નતિ સુધી તેઓ તરીકે ચાલુ રહ્યા હતા. 17મી ફેબ્રુઆરી 2011ના રોજ ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે બઢતી અને 28.01.2013ના રોજ કાયમી જજ તરીકે કન્ફર્મ થયા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news