આયા મોસમ પબ્લિક કો રિઝાને કા? PM મોદી, CM અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી સભાઓ ગજવશે

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ લગભગ લગભગ તમામ પક્ષોએ કરી છે. તમામ પક્ષો પોત પોતાના સ્ટાર પ્રચારકો અને દિગ્ગજ નેતાઓને પુરજોરમાં પ્રચાર પ્રસારમાં જોતરી દીધા છે. તેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો રાજ્યમાં તાબડતોબ તૈયારીઓ કરીને રેલીઓ કરી રહ્યા છે. તેવામાં 10 મેના રોજ કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. તો બીજી તરફ 11 મેના રોજ રાજકોટમાં અરવિંદ કેજરીવાલ જાહેર સભાઓ ગજવશે અને સૌરાષ્ટ્રના લોકોને રિઝવવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડીયે રાજકોટમાં આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. 
આયા મોસમ પબ્લિક કો રિઝાને કા? PM મોદી, CM અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી સભાઓ ગજવશે

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ લગભગ લગભગ તમામ પક્ષોએ કરી છે. તમામ પક્ષો પોત પોતાના સ્ટાર પ્રચારકો અને દિગ્ગજ નેતાઓને પુરજોરમાં પ્રચાર પ્રસારમાં જોતરી દીધા છે. તેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો રાજ્યમાં તાબડતોબ તૈયારીઓ કરીને રેલીઓ કરી રહ્યા છે. તેવામાં 10 મેના રોજ કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. તો બીજી તરફ 11 મેના રોજ રાજકોટમાં અરવિંદ કેજરીવાલ જાહેર સભાઓ ગજવશે અને સૌરાષ્ટ્રના લોકોને રિઝવવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડીયે રાજકોટમાં આવે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. 

આગામી અઠવાડીયે વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્રની મુલાકાત કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. કાર્યકર્તાઓ પણ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. રાજકોટમાં પાટીદાર ગ્લોબલ હોસ્પિટલનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે. રાજકોટ નજીક આટકોટના કાર્યક્રમમાં પણ હાજર રહી શકે છે. 40 કરોડના ખર્ચે નિર્માણાધીન પાટીદાર ગ્લોબલ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે PM મોદીને આમંત્રણ અપાઇ ચુક્યું છે. હવે કલેક્ટર કચેરી અને PMO કાર્યાલયના ક્લિયરન્સની રાહ જોવામાં આવી રહી છે. 

બીજી તરફ કેજરીવાલે આદિવાસી સંગઠન બીપીટી સાથે ગઠબંધન કરીને આદિવાસીઓ સમાજ વચ્ચે પોતાની પેઠ વધાર્યા બાદ હવે સૌરાષ્ટ્રમાં પોતાની પકડ મજબુત કરવા માટેના પ્રયાસરત છે. તેના કારણે જ તેઓ રાજકોટમાં સભા ગજવશે. સૌરાષ્ટ્રના શાસ્ત્રી મેદાન ખાતે અરવિંદ કેજરીવાલ સભાસંબોધિત કરશે. તો કોંગ્રેસ પણ આદિવાસી સમાજ વચ્ચે પોતાની પકડને મજબુત કરવા માટે દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અન્ય અનેક જિલ્લાઓમાં દોઢલાખથી પણ વધારે આધિવાસી સત્યાગ્રહ સભામાં હાજરી આપશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news