નવનીત લશ્કરી/રાજકોટ : છેલ્લા કેટલાય સમયથી નશીલા માદક પદાર્થો ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ફુલ 544250 રૂપિયાનો માદક પદાર્થ હેરોઇન તેમજ મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આરોપી વસીમ અસરફભાઈ મુલતાનીની ધરપકડ પણ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AAP પ્રમુખ ખાલિસ્તાન સમર્થક હોવાનો ભાજપનો દાવો, હર્ષ સંઘવીએ દિલ્હીના વિકાસની હવા કાઢી


ડીસીપી ક્રાઈમે શું કહ્યું પ્રેસ કોન્ફરન્સમાં?
સમગ્ર મામલે ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે ડીસીપી ક્રાઈમે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને ડ્રગ્સ બાબતે બાતમી મળી હતી. બાતમીના આધારે સર્વેલન્સ કરીને વેરીફાઈ કરવામાં આવ્યું હતું. વસીમ પિંજરાના ચંપલમાંથી હિરોઈન તેમજ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. એમડી ડ્રગ્સની એક ગ્રામની કિંમત રૂપિયા ૧૦,૦૦૦ જેટલી થાય છે. વસીમ પિંજરા અગાઉ પણ ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ યુવાવર્ગને ડ્રગ્સના જથ્થાનું વેચાણ કરતો હોવાનું જણાવ્યું છે. આરોપીએ પોતાના સ્લીપરની નીચે આવેલા થીક સોલમાં ડ્રગ્સ છુપાવી ફરી ફેવિકોલથી તેને ચિપકાવી દેતો હતો.


ભાજપના પૂર્વ મંત્રીએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું, નરેશ પટેલ પણ હાજર રહેતા અનેક તર્ક વિતર્ક


હાલ એસોજીની ટીમ દ્વારા 16650ની કિંમતનો 3.330 ગ્રામ હેરોઇનનો જથ્થો 3,86,700 રૂપિયાની કિંમતનો 38.370 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો, 1,40,900 રૂપિયાની કિંમતનો 14.090 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી મોબાઇલ ફોન તેમજ ગુનાના કામે વાપરવામાં આવેલા બે નંગ સ્લીપર પણ કબજે કરવામાં આવ્યા છે. આરોપી વસીમ પિંજરા વિરૂદ્ધ રાજકોટ શહેરના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં કુલ પાંચ જેટલા ગુના નોંધાયેલા છે. જે પાંચ ગુના પૈકી ચાર ગુના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. જ્યારે કે એક ગુનો કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.


પાટણમાં મુખ્યમંત્રીએ સાધારણ માણસની જેમ ચાની ચુસ્કી માણી અને દેવડા-રેવડનો સ્વાદ ચાખ્યો


આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમજ તેના રિમાન્ડની માગણી પણ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન આરોપીઓની આકરી પૂછપરછ કરવામાં આવશે કે તે કેટલા સમયથી આ પ્રકારે નશાના કારોબાર સાથે સંકળાયેલો છે. તેની પાસે રહેલ માદક પદાર્થોનો જથ્થો તેણે કોની પાસેથી મેળવ્યો હતો. માદક પદાર્થોનો જથ્થો તેણે કઈ જગ્યાએથી મેળવ્યો હતો. માદક પદાર્થના જથ્થાનું વિતરણ તે રાજકોટ શહેરમાં કોને કોને કરવાનો હતો. તેની પાસેથી માદક પદાર્થ લેવા કોણ કોણ આવે છે. તે તમામ બાબતો અંગે આરોપી વસીમ પીંજરાની આકરી પૂછપરછ કરવામાં આવશે.


અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ ગીર જંગલનો અહેસાસ થશે, પેશ છે નવુ નજરાણું...


અગાઉ 2020માં ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયો હતો પીંજરાને બ્રાઉન સુગર સાથે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા માલિયાસણ પાસેના બસ સ્ટેન્ડમાંથી વસીમ પિંજરાને ઝડપી પાડવામાં આવ્યો હતો. વસીમ પિંજરાની અંગ જડતી કરતાં તે સમયે પણ તેના ચપ્પલના નીચેના ભાગમાંથી બ્રાઉનશુગરનો પાંચ લાખથી વધુનો જથ્થો મળી આવ્યો હતો. યોગાનુયોગ આ વખતે પણ રૂપિયા પાંચ લાખથી વધુનો માદક પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે. તેમજ ગત વખતે જે પ્રમાણે ચંપલનો કલર હતો એ જ પ્રમાણે આ વખતે પણ ચંપલનો કલર સામ્યતા ધરાવતો હોવાનું સામે આવ્યું છે.


ચુંટણી પહેલા જ કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે? વધુ એક ધારાસભ્ય કેસરિયા કરશે


આરોપી તેની મોડસ ઓપરેન્ડી તેમજ ગુનાના કામે વાપરવામાં આવેલ ચપ્પલ અને માદક પદાર્થના જથ્થાની કિંમત બંને ગુનામાં મોટાભાગે સામ્યતા ધરાવતી હોય તેવું લાગી રહ્યું છે. જોકે વર્ષ 2020ના ડિસેમ્બર મહિનામાં ક્રાઈમ બ્રાન્ચે જ્યારે વસીમ પિંજરાને ઝડપી પાડયો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મીડિયાને જાહેર કરવામાં આવ્યું નહોતું કે, વસીમ પિંજરા કોની પાસેથી માદક પદાર્થોનો જથ્થો લાવ્યો હતો. વસીમ પિંજરા રાજકોટ શહેરમાં કોને કોને માદક પદાર્થોનો જથ્થો આપતો હતો. તેમજ વસીમ પિંજરા કેટલા સમયથી નશાના કારોબાર સાથે ઝડપાયેલો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube