રાજકોટમાં ટેક્ષ વસુલવા તો કોર્પોરેશન આવી જાય છે, પણ સુવિધાને નામે મળે છે મીંડુ
જીલ્લાના ધોરાજીમા નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓમા નિષ્ફળ આંબલી કુવા વિસ્તાર સાફ-સફાઈ સ્ટ્રીટ લાઈટ અન્ય સુવિધાઓથી વંચિતોS તંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો. ધોરાજી નગરપાલિકા દ્વારા તમામ પ્રકારના વેરાઓની વસુલાત કડક પણે અમલ થાય છે ત્યારે જનતાની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી કરવામા આવતી તેવી ઘણા વિસ્તારોમાં ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે ધોરાજીનો હાર્દ સમા વિસ્તાર આંબલી કુવા વિસ્તાર છે.
દિનેશ ચંદ્રાવાડીયા/રાજકોટ : જીલ્લાના ધોરાજીમા નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓમા નિષ્ફળ આંબલી કુવા વિસ્તાર સાફ-સફાઈ સ્ટ્રીટ લાઈટ અન્ય સુવિધાઓથી વંચિતોS તંત્ર પર રોષ વ્યક્ત કર્યો હતો. ધોરાજી નગરપાલિકા દ્વારા તમામ પ્રકારના વેરાઓની વસુલાત કડક પણે અમલ થાય છે ત્યારે જનતાની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી કરવામા આવતી તેવી ઘણા વિસ્તારોમાં ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે ધોરાજીનો હાર્દ સમા વિસ્તાર આંબલી કુવા વિસ્તાર છે.
પત્નીની હત્યા કરીને પતિ ઘરને તાળુ મારીને ભાગી ગયો, દીકરીએ પિતા વિરુદ્ધ કરી ફરિયાદ
છેલ્લા ઘણા વર્ષોથી સાફ-સફાઈ સ્ટ્રીટ લાઈટ અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ નથી. જેથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળેલ છે. આ વિસ્તારમાં સાફ-સફાઈમા ધાંધિયા જોવા મળે છે. અહી સમયસર સાફ-સફાઈ થતી નથી. જેથી સ્થાનિક લોકોએ સાફ-સફાઈ જાતે કરવી પડે છે, પણ કચરો પણ તેમ છતાંય સમયસર કચરો ઉપાડવા માટે તંત્રની ગાડીઓ પણ આવતી નથી તેમજ આંબલી કુવા વિસ્તારમાં ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઈટ ન હોવાથી અંધકાર પટ રાતે જોવા મળે છે તેવી સ્થાનિકોની ફરિયાદ છે.
નરેશ પટેલ કોના? રાજકીય દાવપેચ વચ્ચે સળગતો સવાલ... AAP ના દાવાથી ભાજપ-કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું
નગરપાલિકા તંત્રને અનેક વખત રજુઆત કરાઈ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી કુંભકર્ણની નિંદ્રાધીન તંત્રને જણાડવા માટે આજરોજ આંબલી કુવા વિસ્તારની મહિલાઓ તથા તથા નાના બાળકોએ હાથમાં સાવરણાઓ લઈને સાફ-સફાઈ ઝુંબેશ હાથ ઘરેલ આંબલી કુવા વિસ્તારની મહિલાઓએ સફાઈ અભિયાન હાથ ધરી હતી. નગરપાલિકા તંત્ર વિરૃધ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. મીડીયા સમક્ષ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં જો કોઈ નક્કર પરિણામ નહી આવે તો આંબલી કુવાનો કચરો નગરપાલિકા કચેરીએ જઇને ત્યા કચરો ઠલવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
મરીન પોલીસના ઓછા સ્ટાફને કારણે રેઢો પડ્યો ભાવનગરનો 151 કિલોમીટરનો દરિયાઈ પટ્ટો
ધોરાજીના આંબલી કુવા વિસ્તારમાં સાફ-સફાઈ સ્ટ્રીટ લાઈટ બાબતે નગરપાલિકા સદસ્યે જણાવ્યું કે, આ વિસ્તારમાં એક દિવસ છોડી એક દિવસે સાફ-સફાઈ ઝુંબેશ શરૂ છે. વ્યવસ્થિત સફાઈ થાય છે સ્ટ્રીટ લાઈટ બાબતે તેવોએ જણાવ્યું કે, સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ર્ન દરેક વિસ્તારમાં છે. સ્ટ્રીટ લાઈટ બાબતે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજુઆત કરાઈ છે. યોગ્ય સમયે સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ર્ન ઉકેલ આવી જશે. પરંતુ તંત્રને બાનમાં લઇને કામ કરાવવાની વૃતિ ખોટી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube