નરેશ પટેલ કોના? રાજકીય દાવપેચ વચ્ચે સળગતો સવાલ... AAP ના દાવાથી ભાજપ-કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું

જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની ચર્ચાઓ વેગ પકડે છે. દરેક રાજકીય પક્ષ નરેશ પટેલને પોતાની પાર્ટીમાં જોડાવવા માંગે છે. આ મુદ્દાને લઈને અનેકવાર નરેશ પટેલ સાથે વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓની બંધ બારણે બેઠકો પણ યોજાઈ છે. નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીની વાતો વચ્ચે AAP એ મોટો દાવો કર્યો છે. નરેશ પટેલ અંગે ઈસુદાન ગઢવીએ મોટું નિવેદન આપ્યુ કે, નરેશ પટેલ સહિત અનેક સામાજિક આગેવાન AAP માં જોડાશે. નરેશ પટેલ જેવા આગેવાનને આત્મસંતોષ થાય તેવી આમ આદમી પાર્ટી સ્વચ્છ રાજનીતિ કરે છે. જેથી નરેશ પટેલ સહિતના અનેક સામાજિક આગેવાના આમ આદમી પાર્ટીમાં જોડાશે. 
નરેશ પટેલ કોના? રાજકીય દાવપેચ વચ્ચે સળગતો સવાલ... AAP ના દાવાથી ભાજપ-કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું

ગૌરવ દવે/રાજકોટ :જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની ચર્ચાઓ વેગ પકડે છે. દરેક રાજકીય પક્ષ નરેશ પટેલને પોતાની પાર્ટીમાં જોડાવવા માંગે છે. આ મુદ્દાને લઈને અનેકવાર નરેશ પટેલ સાથે વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓની બંધ બારણે બેઠકો પણ યોજાઈ છે. નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રીની વાતો વચ્ચે AAP એ મોટો દાવો કર્યો છે. નરેશ પટેલ અંગે ઈસુદાન ગઢવીએ મોટું નિવેદન આપ્યુ કે, નરેશ પટેલ સહિત અનેક સામાજિક આગેવાન AAP માં જોડાશે. નરેશ પટેલ જેવા આગેવાનને આત્મસંતોષ થાય તેવી આમ આદમી પાર્ટી સ્વચ્છ રાજનીતિ કરે છે. જેથી નરેશ પટેલ સહિતના અનેક સામાજિક આગેવાના આમ આદમી પાર્ટીમાં જોડાશે. 

રાજકોટમાં આપ નેતા ઈસુદાન ગઢવીનું નિવેદન
ઈસુદાનનું આ નિવેદન અનેક સવાલ પેદા કરે છે. નરેશ પટેલને જોડવાના કોંગ્રેસ સપના પર AAP ફેરવશે પાણી? કારણ કે, કોંગ્રેસ અનેખ વખત નરેશ પટેલને પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપી ચૂકી છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ નરેશ પટેલ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. આ વચ્ચે ઈસુદાન ગઢવીએ એક કાર્યક્રમમાં કહ્યુ કે, નરેશ પટેલ ખૂબ જ સમજદાર અને સામાજિક આગેવાન છે. તેઓ મોટાપાયે સેવા કરે છે. નરેશભાઈને ખબર છે કે, ભાજપ ભ્રષ્ટાચાર કરે છે, પેપર ફોડે છે, લોકોને લૂંટે છે અને ખેડૂતોને પાયમાલ કરે છે. કોંગ્રેસ ખતમ થઈ ગયુ છે, ઝંડો લઈને આવે છે અને ભાજપમા ખોળામાં બેસી જાય છે. તેથી આપ સ્વચ્છ રાજનીતિ કરે છે તેવુ તેમને ખબર છે. તેમને આત્મસંતોષ થાય કે આ રાજનીતિ બરોબર છે. નરેશભાઈ પટેલ જેવા અનેક સામાજિક આગેવાનો આપમાં આવવાના છે. સમાજથી પીડિત લોકો અહી આવવાના છે.  

ઉલ્લેખનીય છે કે, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ અને આપ નેતાઓ વચ્ચે ગુપ્ત મુલાકાત થાય તેવુ ચર્ચાઈ રહ્યુ છે. તાજેતરમાં પંજાબમાં આપની સરકાર બનતા ગુજરાતની આમ આદમી પાર્ટીમાં જશ્નનો માહોલ છવાયો છે. ત્યારે રાજકોટમાં આજે આપની વિજય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં ઈસુદાન ગઢવીએ નરેશ પટેલ વિશે આ નિવેદન આપ્યુ હતું. તેમનુ નિવેદન ભાજપ-કોંગ્રેસના પેટમાં તેલ રેડશે. 

દરેક પક્ષ નરેશ પટેલને આવકારવા આતુર 
નરેશ પટેલના અનેક રાજકીય પાર્ટી સાથેના જોડાવાની ચર્ચા થઈ છે. પહેલા ભાજપ, કોંગ્રેસ અને હવે આપમાં નરેશ પટેલ જોડાશે તેવા દાવા અનેકવાર થયા છે. પરંતુ નરેશ પટેલે અત્યાર સુધી કોઈને મચક આપી નથી. નરેશ પટેલ પાટીદાર મત બેંકમાં મોટું પ્રભુત્વ ધરાવે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ તાજેતરમાં નરેશ પટેલ સાથે મુલાકાત કરી ચૂક્યા છે, પરંતુ નરેશ પટેલ કઈ પાર્ટીમાં જશે તેનો તેઓ ફોડ પાડતા નથી. દરેક રાજકીય પાર્ટી તેમને પોતાના પક્ષમાં લેવા આતુર છે. અનેકવાર નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશના સંકેતો મળ્યા છે. પરંતુ તેમણે અત્યાર સુધી કોઈ પણ પાર્ટીને સમર્થન કર્યુ નથી. 

સમાજ કહેશે તો રાજકારણમાં આવીશ
તાજેતરમાં જ નરેશ પટેલે જાહેરાત કરી છે કે, પાટીદાર સમાજ કહેશે તો પોતે રાજકારણમાં આવશે. તેમણે કહ્યું કે યોગ્ય સમય આવશે ત્યારે પાટીદાર સમાજ આ અંગે નિર્ણય લેશે અને પાટીદાર સમાજનો આદેશ હશે તો પોતે રાજકારણમાં આવશે. સાથે સાથે તેમમે એ સ્પષ્ટતા પણ કરી છે કે, ક્યાં પક્ષમાં જઈશ તે પણ સમાજ નક્કી કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news