રક્ષિત પંડ્યા, રાજકોટઃ છેલ્લા થોડા દિવસથી રાજકોટની ભાગોળે સિંહ જોવા મળી રહ્યાં હતા. છેલ્લા ઘણા દિવસથી ત્રણ સિંહો અહીં આટાફેરા કરી રહ્યાં હતા. સિંહે આ વિસ્તારમાં પ્રવેશી જતા અહીં રહેતા ખેડૂતોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ સિંહેને પકડવા માટે ગીરથી ખાસ ફોરેસ્ટની ટીમ રાજકોટ આવી હતી. હવે રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં ત્રણેય સિંહોને પાંજરે પૂરી દેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોરેસ્ટ વિભાગનું મોટું ઓપરેશન
રાજકોટ જિલ્લાના આસપાસના વિસ્તારમાં છેલ્લા 40 જેટલા દિવસથી ત્રણ સિંહો પહોંચી ગયા હતા. રાજકોટ શહેરમાં આવેલ આજી નદી સુધી સિંહો પહોંચી ગયા હતા. તો જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સિંહો જોવા મળ્યા હતા. આ સિંહેને પકડવા માટે ગીરથી એક ટીમ રાજકોટ આવી હતી. આજે રાજકોટમાં રહેલા ત્રણેય સિંહોનું ગીર ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 


સંગીતના તાલે રાજકોટમાં કોરોના વેક્સીનનું સ્વાગત કરાયું


ગીરથી આવેલી ફોરેસ્ટની ટીમે ત્રણેય સિંહોને પાંજરે પૂરી દીધા છે. આજે વહેલી સવારે ફોરેસ્ટની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું હતું. હાલ ત્રણેય સિંહોને પાંજરામાં ફોરેસ્ટ વિભાગ નર્સરીમાં લઈ જવામાં આવ્યા છે. રાજકોટમાં આ સિંહો પાંજરે પૂરાતા લોકો અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube