SOMNNATH માં આખા જિલ્લાના તંત્રએ એકત્ર થઇને દરિયા કિનારાને બનાવ્યો સ્વચ્છ
શહેરના સમુદ્ર કિનારે વેરાવળ કોસ્ટગાર્ડ, પોલીસ સ્ટાફ, પાલીકા, સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા કલેકટર ગોહેલ, કોસ્ટગાર્ડ કમાન્ડન્ટ સહિતના અધિકારીઓસમુદ્ર સફાઈ અભિયાનમાં સામેલ થયા હતા. જુદા જુદા વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહિત 250 થી 300 લોકો સફાઈ અભિયાનમાં સહભાગી થયા હતા.
સોમનાથ : શહેરના સમુદ્ર કિનારે વેરાવળ કોસ્ટગાર્ડ, પોલીસ સ્ટાફ, પાલીકા, સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા કલેકટર ગોહેલ, કોસ્ટગાર્ડ કમાન્ડન્ટ સહિતના અધિકારીઓસમુદ્ર સફાઈ અભિયાનમાં સામેલ થયા હતા. જુદા જુદા વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહિત 250 થી 300 લોકો સફાઈ અભિયાનમાં સહભાગી થયા હતા.
GUJARAT માં મીની અફઘાનિસ્તાન બનાવવાનું કાવતરૂ? એક શખ્સને પોલીસે પકડ્યો અને...
દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા સપ્તાહને ઈન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત દેશમા સૌથી મોટો 1600 કિલોમીટરનો દરિયાઈ કીનારો ધરાવે છે, ત્યારે આ દરિયા કિનારા પર સ્વચ્છા જળવાઈ તે પણ જરુરી છે. જેથી દર વર્ષે આ દિવસે ઈન્ડીયન કોસ્ટગાર્ડ દ્વારા દરિયાકાંઠાની સફાઈ કરવાામાં આવતી હોય છે. ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડેનો મુખ્ય ઉદેશ સમુદ્ર કિનારાને સ્વચ્છ રાખવાનો છે. વર્તમાન સમયમાં પ્લાસ્ટીકના વધુ ઉપયોગના લીધે લોકો દરીયાકિનારે પ્લાસ્ટીકનો કચરો ફેંકી દેતા હોય છે. જેના કારણે દરિયામાં અને કિનારા પર મોટાપાયે પ્રદુષણ ફેલાતું હોવાથી દરીયો પ્રદુષિત થઈ રહ્યો છે.
અમેરિકન કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે તત્પર, અમેરિકન કોન્સ્યુલેટ CM ને મળવા દોડી આવ્યા
ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડેની ઉજવણી થકી ભવિષ્યની પેઢીને સ્વચ્છ વાતાવરણ સાથે દરિયાકિનારો મળે તે હેતુ છે. તે હેતુને સાર્થક કરવા આજે સોમનાથના સમુદ્ર કિનારે હાથ ધરાયેલ 250 થી 300 જેટલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. પર્યાવરણ બચાવવા અને પ્રદુષિત થતું અટકાવવાની જવાબદારી તંત્ર અને પણ લોકોની સ્વયં હોય છે ત્યારે આજે સોમનાથના સમુદ્ર કિનારે સફાઈ અભિયાન આવકારદાયક છે. સમુદ્ર કિનારે લોકોએ કચરો નાખવાથી બચવું જોઈએ કેમ કે કચરો કોક નાખે અને સફાઈ કોક કરે તે વ્યાજબી ન કહેવાય.
SURAT માં દીકરીએ માતા-પિતાને ઉંઘની ગોળીઓ ખવડાવી અને પછી પ્રેમીને બોલાવ્યો અને...
સમુદ્રની સ્વચ્છતા લઈને લોકોમાં જાગૃતિ આવે તેવા ઉદેશ સાથે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દરિયામાં પ્લાસ્ટિક ફેંકવાના કારણે દરિયાઈ જીવ સૃષ્ટિને નુકશાન થાય છે. લોકો સમુદ્રની સફાઈ માટે જાગૃતિ રાખશે તો પર્યાવરણ અને દરિયાકાંઠાને સ્વચ્છ રાખી શકીશુ તેવા સંદેશ સાથે આ અભિયાન હાથ ધરાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube