સુરત : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો. આજે સવારથી જ સુરત શહેરમાં વરસાદ શરૂ થઇ ચુક્યો છે. જેમાં 10થી 12 વાગ્યા સુધીમાં સુરત સિટીમાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જો કે 1 ઇંચ વરસાદમાં જ શહેરનાં રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. જેના પગલે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

16-17 જુલાઈએ રાજ્યના આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

આગામી બે દિવસમાં સુરતમાં હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન સવારથી જ ધીમીધારે શરૂ થયેલો વરસાદ બપોરે ધોધમાર પડ્યો હતો. જેમાં સાઉથ વેસ્ટ ઝોન અને સાઉથ ઇસ્ટ ઝોનમાં બે ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. જ્યારે સેન્ટ્રલ ઝોન અને નોર્થ ઝોનમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. 


ABVPનું અનોખુ વિરોધ પ્રદર્શન, ગુજરાત યુનિ. તંત્રની નનામી કાઢી, કાર્યકરોની થઈ અટકાયત

સુરતમાં ઝોન અનુસાર નોંધાયેલો વરસાદ
સેન્ટ્રલ ઝોન 30 મીમી, વેસ્ટ ઝોન 10, નોર્થ ઝોન 31, ઇસ્ટ ઝોન એ 16, ઇસ્ટ ઝોન બી 13, સાઉથ ઝોન 11, સાઉથ વેસ્ટ ઝોન 58, સાઉથ ઇસ્ટ ઝોન 49 મીમી વરસાદ નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી અવિરત મેઘ મહેર છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube