સુરત : શહેરમાંથી ડ્રગ્સના બંધાણીઓ વધી રહ્યા હોય તેમ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરીને ડ્રગ્સ વેચનારા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. યુવાનોને ડ્રગ્સના નશાથી બચાવવા અને નશાયુક્ત પદાર્થોનું વેચાણ અટકાવવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક આરોપી ડ્રગ્સ વેચવા જતા 20 ગ્રામ ડ્રગ્સ જેની અંદાજીત કિંમત 1 લાખ થાય છે. તેને ઝડપીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: કોર્પોરેશન લડાયક મુડમાં કોરોના નિયમોના ભંગ બદલ AB જ્વેલર્સ સીલ

સુરત પોલીસ દ્વારા એક આરોપીને ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. જેમાં 20 ગ્રામ ડ્રગ્સ જેની અંદાજે કિંમત 1 લાખ થાય છે. તેને ઝડપી લઇને વધારે તપાસ હાથ ધરાવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે યાકીબ ઉર્ફે સોહેબ મુલતાની સમસુદ્દીન પિંજારા રહે એસ.એમસી ક્વાટર્સ ડોક્ટર પાર્ક રોડ મોરાભાગળ રાનગર ભેસાણને ઝડપી લીધો છે. તેની પાસેથી20 ગ્રામ મેફેડ્રોન (અંદાજીત કિંમત 1 લાખ રૂપિયા), મોબાઇલ તથા એક્ટિવા મળી આવી હતી. જેથી 1,66,390 મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો છે. 


UPSC ટ્રેનિંગ સેન્ટરની અમદાવાદમાં શરૂઆત, મુખ્યમંત્રીએ કહ્યું ગુજરાત વહીવટી ક્ષેત્રે પણ ઝળકશે


પોલીસે આરોપીને ઝડપીને તેને ડ્રગ્સનો જથ્થો આપનાર ઇમરાન અસફાક (રહે.અમરોલી)ને પણ ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. આરોપીનેવ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બંન્ને આરોપીઓ વિરુદ્ધ NDPC એક્ટ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ડ્રગ્સ યુવાનોમાં ખુબ જ ઝડપથી પગપેસારો કરી રહ્યું છે. જેના કારણે પોલીસ આ મુદ્દે વધારે સક્રિય બની છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube