અમદાવાદ: કોર્પોરેશન લડાયક મુડમાં કોરોના નિયમોના ભંગ બદલ AB જ્વેલર્સ સીલ

શહેરમાં કોરોનાનો કહેર વ્યાપ્ત થઇ રહ્યો છે ત્યારે વેપારીઓ અને નાગરિકોના મગજમાંથી જાણે કોરોનાનો ડર ધીરે ધીરે ખતમ થઇ રહ્યો ચે. જેથીસંક્રમણ અટકાવવા માટે તંત્રએ ફરી એકવાર કમર કસી છે અને જેના અનુસંધાને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા ચાની કિટલીઓ અને પાનના ગલ્લા પર તવાઇ બોલાવાયા બાદ વિવિધ મોલ અને ખ્યાતનામ જ્વેલર્સને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યા નિયમોનો ભંગ થતો હતો તે એકમોને સીલ કરવામાં આવ્યા હતા. આ અનુસંધાને એબી જ્વેલર્સ (AB Jewelers) ખાતે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. 

Updated By: Sep 19, 2020, 09:38 PM IST
અમદાવાદ: કોર્પોરેશન લડાયક મુડમાં કોરોના નિયમોના ભંગ બદલ AB જ્વેલર્સ સીલ

ઉદય રંજન/અમદાવાદ : શહેરમાં કોરોનાનો કહેર વ્યાપ્ત થઇ રહ્યો છે ત્યારે વેપારીઓ અને નાગરિકોના મગજમાંથી જાણે કોરોનાનો ડર ધીરે ધીરે ખતમ થઇ રહ્યો ચે. જેથીસંક્રમણ અટકાવવા માટે તંત્રએ ફરી એકવાર કમર કસી છે અને જેના અનુસંધાને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા ચાની કિટલીઓ અને પાનના ગલ્લા પર તવાઇ બોલાવાયા બાદ વિવિધ મોલ અને ખ્યાતનામ જ્વેલર્સને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યા નિયમોનો ભંગ થતો હતો તે એકમોને સીલ કરવામાં આવ્યા હતા. આ અનુસંધાને એબી જ્વેલર્સ (AB Jewelers) ખાતે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. 

UPSC ટ્રેનિંગ સેન્ટરની અમદાવાદમાં શરૂઆત, મુખ્યમંત્રીએ કહ્યું ગુજરાત વહીવટી ક્ષેત્રે પણ ઝળકશે

કોર્પોરેશનની ટીમ પહોંચી ત્યારે જ્વેલર્સમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. જ્યારે કર્મચારીઓ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળ્યો હતો. પરિણામ કોર્પોરેશનની ટીમ દ્વારા જવેલર્સને સીલ કરી દેવામાં આવ્યું હતું. લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોક જાહેર કરતાની સાથે કેટલીક ચુટછાટ આપીને વેપાર ધંધો શરૂ કરવા માટેની પરવાનગી અપાઇ છે. અનેક સ્થળ પર ગાઇડલાઇનનું પાલન નથી થતું. જેથી આ પ્રકારની કડક કાર્યવાહી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. 

ગુજરાતના ગોધરાને મેડિકલ કોલેજની ભેટ, 325 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક હોસ્પિટલ

અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા તમામ વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરે. જો નિયમોમાં જરા પણ ભંગ થતો દેખાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર એકમ સીલ કરવામાં આવશે. જેથી તમામ એકમોને કડકપણે કોરોના નિયમોનું કડક રીતે પાલન કરવા જણાવાયું છે. જો કોઇ પણ નિયમનો ભંગ થશે તો કડક કાર્યવાહી થશે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube