સુરતમાં બાંકડા પર સુવા જેવી સામાન્ય બાબતે યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો
શહેરમાં સામાન્ય બાબતે ખુની ખેલ ખેલાયો હતો. સુરતમાં રોજની લોહિયાળ જંગ હવે સામાન્ય બાબત બનતી જાય છે. ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાંકડા પર સુવા જેવી સામાન્ય બાબતને લઇને યુવકને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પાંડેસરાની ભીડભંજન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં લોખંડના બાકડા પર સુવા જેવી નજીવી ઘર નજીક રહેતા બે શખ્સોને જાનથી મારી નાખવાના ઇરાદે યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પાંડેસરા પોલીસનો કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી છે.
સુરત : શહેરમાં સામાન્ય બાબતે ખુની ખેલ ખેલાયો હતો. સુરતમાં રોજની લોહિયાળ જંગ હવે સામાન્ય બાબત બનતી જાય છે. ત્યારે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાંકડા પર સુવા જેવી સામાન્ય બાબતને લઇને યુવકને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. પાંડેસરાની ભીડભંજન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં લોખંડના બાકડા પર સુવા જેવી નજીવી ઘર નજીક રહેતા બે શખ્સોને જાનથી મારી નાખવાના ઇરાદે યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પાંડેસરા પોલીસનો કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી છે.
ડાંગ જિલ્લા BJP પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરીએ ચિકન સેન્ટરના સંચાલક સાથે કરી મારામારી
પાંડેસરા ભીડભંજન આવાસની બાજુમાં આશાપુરી સોસાયટી -3 પ્રમોદભાઇ મુશાભાઇ વિશ્વાસ પરિવાર સાથે રહે છે. થોડા દિવસો અગાઉ ઘર નજીક દિપક ગુપ્તા અને કિશનસિંગ નામના બે ઇસમો સાથે ભીડભંજન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી બજરંગ રેસ્ટોરન્ટની આગલ લોખંડના બાકડા પર સુવા બાબતે પ્રમોદ વિશ્વાસનો ઝગડો થયો હતો. આ મુદ્દે અવારનવાર ઝગડો થતો રહેતો હતો.
રાજકોટવાસીઓ કંઇક અનોખુ કરવા જાણીતા, જુગાર રમવા માટેની નવી જ પદ્ધતી શોધી કાઢી
શનિવારે રાત્રે પ્રમોદ વિશ્વાસ બાકડા પર સુતા હતા. તે વખતે દિપક અને કિશન ત્યાં આવ્યા અને પ્રમોદ તથા વિશ્વાસ સાથે ઝગડો કરી તેમને જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી. તે જ દિવસે મોડી રાત્રે એકાદ વાગ્યાનાં અરસામાં પ્રમોદ વિશ્વાસ બાકડા પર સુતા હતા. ત્યારે દિપક અને કિશન સિંગે ત્યાં પહોંચી તેને જાનથી મારી નાખવાના ઇરાદે વિશ્વાસને આગ ચાંપી દીધી હતી. પ્રમોદને ગંભીર રીતે દાજેલી હાલતમાં હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હત્યાના પ્રયાસની કલમ બંન્ને વિરુદ્ધ દાખલ કરીને આ અંગે વધારે તપાસ આદરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube