રાજકોટવાસીઓ કંઇક અનોખુ કરવા જાણીતા, જુગાર રમવા માટેની નવી જ પદ્ધતી શોધી કાઢી

શહેરમાં ફરી એક વખત કુકડાઓને લડાવી જુગાર રમતા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મોરબી રોડ પાસે આવેલ જૂની લાલપરી નદીના કાંઠે થી કૂકડાઓને લડાવી જુગાર રમનારાઓની અટકાયત કરી છે. પોલીસે ઘટના સ્થળ પરથી 9 ફોર વ્હીલર તેમજ 16 ટુ વ્હીલર, રોકડ અને મોબાઇલ સહિત કુલ 14.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને ઘટના સ્થળ પરથી ઈજાગ્રસ્ત હાલતમાં ત્રણ મૂર્ઘા મળી આવતા સ્થળ પર જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ તેમને રાજકોટની પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
રાજકોટવાસીઓ કંઇક અનોખુ કરવા જાણીતા, જુગાર રમવા માટેની નવી જ પદ્ધતી શોધી કાઢી

રાજકોટ : શહેરમાં ફરી એક વખત કુકડાઓને લડાવી જુગાર રમતા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મોરબી રોડ પાસે આવેલ જૂની લાલપરી નદીના કાંઠે થી કૂકડાઓને લડાવી જુગાર રમનારાઓની અટકાયત કરી છે. પોલીસે ઘટના સ્થળ પરથી 9 ફોર વ્હીલર તેમજ 16 ટુ વ્હીલર, રોકડ અને મોબાઇલ સહિત કુલ 14.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને ઘટના સ્થળ પરથી ઈજાગ્રસ્ત હાલતમાં ત્રણ મૂર્ઘા મળી આવતા સ્થળ પર જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ તેમને રાજકોટની પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આજ રીતે રાજકોટ પોલીસ દ્વારા બે મહિના અગાઉ રાજકોટ નજીકના સણોસરા ગામેથી અશ્વોની રેસ કરાવીને જુગાર રમાડનારાઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે રવિવારના રોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ વી.એમ.રબારીની ટીમ દ્વારા મોરબી રોડ નજીક આવેલા જૂની લાલપરી નદીના કાંઠે મરઘાઓને લડાવી જુગાર રમનારાઓને ત્યાં રેડ પાડવામાં આવતા નાસ ભાગ મચી જવા પામી હતી. પોલીસે બે મુખ્ય સૂત્રધાર સહિત 11 લોકોની ધરપકડ કરી છે. જ્યારે અનેક લોકો નાસી છૂટ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે પોલીસે હાલ નાસી છૂટેલા આરોપીઓને પકડવા પણ ચક્રો ગતિમાન કર્યા છે. નાસી છૂટેલા આરોપીઓ પૈકી કેટલાક લોકો મરઘાં પણ પોતાના સાથે લઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ કેસ અંતર્ગત જુગાર ધામની કલમ ઉપરાંત પક્ષીઓ પર ઘાતકી વર્તન કરવા માટેની કલમ પણ  લગાવી છે.

ત્રણ જેટલા ઇજાગ્રસ્ત હાલતમાં કુકડા મળી આવ્યા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઘટનાસ્થળ પરથી ત્રણ ઇજાગ્રસ્ત હાલતમાં કુકડા પણ મળી આવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે જુગાર રમવામાં સરળતા રહે તે માટે જુદા જુદા કલરના કુકડાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો બીજી તરફ જુગારમાં સતત ટુકડાઓ વચ્ચે લડાઈ કરાવવાની હોવાના કારણે કુકડાઓ ઇજાગ્રસ્ત પણ થતા હોય છે. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણેય ટુકડાઓને સલામત રીતે રાજકોટની પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જે સ્થળ પર રેડ કરી છે. ત્યાં એક રીંગ રાખવામાં આવે છે જે રીંગ ની અંદર બે કુકડાઓને ઉતારવામાં આવે છે. રીંગ માં ઉર્ત્યા બાદ જે કૂકડો પહેલો રીંગની બહાર નીકળી જાય અથવા તો પડી જાય તે લડાઈમાં હારી ગયાનું માનવામાં આવે છે. તેમજ તે કુકડા પર દાવ લગાવનારા પણ પોતાની રકમ હારી જાય છે. જ્યારે અન્ય વિજેતા થયેલ કુકડા પર દાવ લગાડનારા વ્યક્તિઓ જીતી જતા તેમને આપવાના થનારા પૈસા પણ તેમને આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news