ડાંગ જિલ્લા BJP પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરીએ ચિકન સેન્ટરના સંચાલક સાથે કરી મારામારી

અત્યારે ડાંગ વિધાનસભાની બેઠક પર કાલે મતદાન થવા જઇ રહ્યું છે. લોકોમાં ચૂંટણીના કારણે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે આ સ્થિતીમાં હાલ ડાંગમાં એક વીડિયો વાયરલ તઇ રહ્યો છે. જેમાં ડાંગ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુક રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોનનો મારામારીનો વીડિયો વાયરલ થયો છે. મારા મારીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના ભજાપ પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી આહવા ખાતે ચિકન સેન્ટર પર ગયો હતો. જ્યાં કોઇ કારણસર ચિકન સેન્ટરનાં સંચાલક સાથે તેને માથાકુટ થઇ હતી. 
ડાંગ જિલ્લા BJP પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરીએ ચિકન સેન્ટરના સંચાલક સાથે કરી મારામારી

બારડોલી : અત્યારે ડાંગ વિધાનસભાની બેઠક પર કાલે મતદાન થવા જઇ રહ્યું છે. લોકોમાં ચૂંટણીના કારણે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે આ સ્થિતીમાં હાલ ડાંગમાં એક વીડિયો વાયરલ તઇ રહ્યો છે. જેમાં ડાંગ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુક રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોનનો મારામારીનો વીડિયો વાયરલ થયો છે. મારા મારીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના ભજાપ પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી આહવા ખાતે ચિકન સેન્ટર પર ગયો હતો. જ્યાં કોઇ કારણસર ચિકન સેન્ટરનાં સંચાલક સાથે તેને માથાકુટ થઇ હતી. 

માથાકુટ જોતજોતામાં ઉગ્ર બની હતી બંન્ને વચ્ચે છુટ્ટા હાથની મારામારી થવા લાગી હતી. જેના પગલે રમેશે ચિકન સેન્ટરનાં સંચાલકને ગડદા પાટુનો માર માર્યો હતો. આ મારામારી ધીરે ધીરે નાની જુથ અથડામણ જેવું સ્વરૂપ ધારણ કર્યું હતું. સાથે રહેલા સમર્થકો અને દુકાન અને આસપાસનાં યુવકો સામ સામે આવી ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. લોકોનાં ટોળા વિખેરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે એટલો તંગ બની ગયો કે શાંત પાડવા માટે પોલીસે પણમહેનત કરવી પડી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news