સુરત : GSRTC ના સુરત સીટી ડેપો મેનેજરના યુઝરનેમ તથા પાસવર્ડની ચોરી કરી તેની જાણ બહાર અન્ય વિભાગીય કચેરીની બસની ટ્રીપો ઓનલાઇન કેન્સલ એડહોક કરી GSRTC પાસેથી રીફંડ મેળવી ગુન્હો આચરનાર આરોપીઓને સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપી લેવાયા છે. પાંચ આરોપીઓ પાસેથી 5 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વાટકી ભાતના લાખો રૂપિયા ચુકવવા પડશે, વર્ષો સુધી બચત કરશો ત્યારે એક વાટકી ભાત મળશે


એસટીના વિભાગીય કચેરી દ્વારા આપવામાં આવેલ GSRTC ના યુઝરનેમ તથા પાસવર્ડની એજન્ટો દ્વારા ગમે તે રીતે ચોરી મેનેજરની પરવાનગી વગર તેઓના યુઝરનેમ તથા પાસવર્ડનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કર્યો હતો. આરોપી એજન્ટોએ યુઝરનેમમાંથી 2 ટ્રીપ કેન્સલ કરી GSRTC દ્વારા માન્યતા આપી હતી. અલગ અલગ કુલ-૧૧ એજન્ટોએ રૂ.1.57 લાખ રીફંડ મેળવી લઇ GSRTC સાથે છેતરપીંડી કરી કુલ 6 લાખનું GSRTC ને નુકસાન કરાવ્યું હતું.


સ્વરૂપ વાન યુવતીને યુવકે કહ્યું, તારી ચરબી અને કપડા બધુ ઉતરી જશે, ખેતરમાં બુમ પડાવી દઇશ


છેતરપીંડી અંગેની માહિતી થતા જ એસટીના મેનજર દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ દ્વારા વિપુલભાઇ મોહનીયા, ચીંતનકુમાર પંચાલ, કુલદીપસિંહ જાડેજા, સુરેશભાઇ નલવાયા, અનવર આકબાણીની ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી 5 મોબાઈલ કબજે લેવાયા છે. સુરત એસટી ડેપોમાં જે રીતે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેને લઈને સુરત પોલીસ દ્વારા રાજ્યના અન્ય એસટી ડેપોમાં પણ આ રીતે કૌભાંડ આચરવામાં આવ્યું છે કે કેમ તે અંગે તપાસ આદરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube