સ્વરૂપવાન યુવતીને યુવકે કહ્યું, તારી ચરબી અને કપડા બધુ ઉતરી જશે, ખેતરમાં બુમ પડાવી દઇશ

શહેરમાં એક્ટિવા પર નિકળવું પણ હવે યુવતીઓ માટે ભારે થઇ રહ્યું છે. જેમાં એક કાર ચાલકે ઇસ્કોનથી સાણંદ તરફ જઇ રહી હતી ત્યારે એક ગાડી દ્વારા સતત એક્ટિવા ચાલક યુવતીનો પીછો કરવામાં આવી રહ્યો હતો. ત્યાર બાદ અચાનક તે ગાડી ચાલકે યુવતીને હળવી ટક્કર મારીને તેને નીચે પાડી દીધી હતી. ત્યાર બાદ યુવતીએ પ્રતિકાર કરીને તે કેમ પીછો કરી રહ્યો છે અને શા માટે ટક્કર મારી તે અંગે પુછતા યુવાને લાજવાના બદલે ગાજવાનું શરૂ કર્યું હતું.

સ્વરૂપવાન યુવતીને યુવકે કહ્યું, તારી ચરબી અને કપડા બધુ ઉતરી જશે, ખેતરમાં બુમ પડાવી દઇશ
  • સુરક્ષીત ગુજરાત હવે માત્ર વાતો છે બાકી અનેક શહેરોમાં સ્થિતિ ખુબ જ વિપરિત છે
  • સુરત બાદ હવે અમદાવાદમાં પણ અસામાજિક તત્વોના કારણે યુવતીઓ જોખમમાં

અમદાવાદ : શહેરમાં એક્ટિવા પર નિકળવું પણ હવે યુવતીઓ માટે ભારે થઇ રહ્યું છે. જેમાં એક કાર ચાલકે ઇસ્કોનથી સાણંદ તરફ જઇ રહી હતી ત્યારે એક ગાડી દ્વારા સતત એક્ટિવા ચાલક યુવતીનો પીછો કરવામાં આવી રહ્યો હતો. ત્યાર બાદ અચાનક તે ગાડી ચાલકે યુવતીને હળવી ટક્કર મારીને તેને નીચે પાડી દીધી હતી. ત્યાર બાદ યુવતીએ પ્રતિકાર કરીને તે કેમ પીછો કરી રહ્યો છે અને શા માટે ટક્કર મારી તે અંગે પુછતા યુવાને લાજવાના બદલે ગાજવાનું શરૂ કર્યું હતું.

યુવતીએ પોતાના સંબંધીને ફોન કરવાનો પ્રયાસ કરતા આરોપીએ તેનો મોબાઇલ તોડી નાખ્યો હતો. ત્યાર બાદ યુવતીને કહ્યું હતું કે, તને બઉ ચરબી ચડી છે તો તને અહીંને અહીં ચીરી નાખીશ અને રોડ કિનારે લઇ જઇને બળાત્કાર કરીશ તો કોઇને ખબર પણ નહી પડે. યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ તો આ મુદ્દે પોલીસ દ્વારા ગાડીના નંબરના આધારે શોધખોળ આદરવામાં આવી છે.

યુવતીએ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે, તેલાવ નજીક આવલા પેટ્રોલ પંપ પાસે પહોંચતા જ એક ગાડી ચાલકે યુવતીને ટક્કર મારીને નીચે પાડી દીધી હતી. લોકો એકઠા થઇ ગયા હતા. જો કે યુવતીએ કારણ પુછતા તેણે જણાવ્યું કે, તુ રોંગ સાઇડમાં ચાલે છે માટે તારો વાંક છે. આમ કહીને યુવતીને બીભત્સ ગાળો આપીને બે ત્રણ લાફા મારીને તેની સાથે ઝપાઝપી કરીને તેની સાથે છેડતીનો પણ પ્રયાસ કર્યો હતો. તારી ચરબી ઉતારવા માટે ગાડી જ પુરતી છે બધી ચરબી અને કપડા બધુ ઉતરી જશે અને બળાત્કાર કરીશ ખબર પણ નહી પડે. આમ કહીને તેનો ફોન પણ તોડી નાખ્યો હતો. પોતાના મિત્રોને બોલાવી યુવતીના અપહરણનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવતીએ બુમાબુમ કરતા તેને નીચે ફેંકી દીધી હતી. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવતીને સારવાર માટે ખસેડી હતી. હાલ તો પોલીસે ગાડીના નંબરના આધારે તપાસ આદરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news