સુરત : મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સુરતથી શિવસેનાનાં 34 સહિત 40 ધારાસભ્યોને સ્પેશિયલ પ્લેન દ્વારા ગુવાહાટી ખાતે પહોંચી ચુક્યા છે. દિવસ-રાત ચાલેલા આ રાજકીય ડ્રામા વચ્ચે શિવસેનાએ દાવો કર્યો છે કે, એકનાથ શિંદે જૂથના અને અકોલાના ધારાસભ્ય નીતિન દેશમુખને ગુજરાત પોલીસે સુરતની હોટલમાં માર માર્યાનો દાવો કરાયો હતો. તેઓ મુંબઇ જવા માંગતા હોવા છતા પણ તેમને બંધક બનાવીને ગુવાહાટી ખાતે લઇ જવામાં આવ્યા હોવાનો દાવો કરાઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SURAT હવે માત્ર હીરા-કાપડ ઉદ્યોગનું નહી રાજકારણનું પણ એપી સેન્ટર બની રહ્યું છે


સુરત શિવસેનાના નેતા પરેશ ખેરે મીડિયાને જણાવ્યું હતું કે, નીતિન દેશમુખ હોટલમાંથી નીકળીને ચાર રસ્તા પર આવ્યા હતા, જ્યાં અમારી સાથે મુંબઇ જવા માટે મદદ માંગવામાં આવી હતી. અમે લોકો ત્યાં પહોંચ્યા ત્યારે તેમને પોલીસે પકડીને હોટલ લઇ જઇ રહી હતી.અમે પણ તેની પાછળ પાછળ ગયા પરંતુ હોટલના મુખ્ય ગેટ પાસે જ અમને અટકાવી દેવામાં આવ્યા. પોલીસ દ્વારા આ ધારાસભ્યોને પરોક્ષ રીતે ગોંધી રાખવામાં આવ્યા છે. મન ફાવે તે પ્રકારે વર્તન કરે છે. 


કેનેડાના કોન્સ્યુલ જનરલ મુખ્યમંત્રીની મુલાકાતે, ટુંક સમયમાં થઇ શકે છે મોટી જાહેરાત


શિવસેનાએ દાવો કર્યો કે, નીતિન જ્યારે હોટલમાં મુંબઇ જવા માટે હોબાળો કર્યો ત્યારે પોલીસ અધિકારીઓએ તેને ઢોર માર માર્યો હતો. બીજી તરફ હોટલમાં હોબાળા દરમિયાન પોલીસ અધિકારી અને ધારાસભ્યો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં ઘાયલ થયેલા નીતિનને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત બે ધારાસભ્યોને ઘેનના ઇન્જેક્શન અપાયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube