સુરતમાં ફિલ્મી સ્ટાઇલે દિવાલ સાથે અફળાવી અફળાવી બે વ્યક્તિઓની હત્યા કરી દેવાઇ
કાયદો અને વ્યવસ્થા જેવી કોઇ સ્થિતી રહી નથી. રોજે રોજ હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ સામાન્ય થઇ ગઇ છે. પોલીસ હવે જાણે શહેરમાં નામ માત્રની છે અને શહેરમાંપોલીસની કોઇ પકડ ન હોય તે પ્રકારે અસામાજીક તત્વો ખુલ્લેઆમ બેખોફ થઇને ઇચ્છે તેવું વર્તન કરે છે. શહેરમાં હત્યાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે, ત્યારે ડબલ મર્ડરની ઘટનાના આરોપીઓની અમરોલી પોલીસે ધરપકડ કરી છે.
તેજસ મોદી/સુરત : કાયદો અને વ્યવસ્થા જેવી કોઇ સ્થિતી રહી નથી. રોજે રોજ હત્યા અને બળાત્કાર જેવી ઘટનાઓ સામાન્ય થઇ ગઇ છે. પોલીસ હવે જાણે શહેરમાં નામ માત્રની છે અને શહેરમાંપોલીસની કોઇ પકડ ન હોય તે પ્રકારે અસામાજીક તત્વો ખુલ્લેઆમ બેખોફ થઇને ઇચ્છે તેવું વર્તન કરે છે. શહેરમાં હત્યાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે, ત્યારે ડબલ મર્ડરની ઘટનાના આરોપીઓની અમરોલી પોલીસે ધરપકડ કરી છે.
Gujarat ના પારો ઉંચકાતા ઉનાળો જામ્યો, આ 10 શહેરોમાં 35 ડિગ્રીથી વધુ તાપમાન
પ્રાપ્ત માહિતી અનુસાર ફરીયાદી રાજેશ ઉર્ફે રાજુ સુરેજાભાઇ પ્રધાનના મિત્રો ટકલા તથા કાલીયાને ગત 9મી માર્ચના રોજ રાત્રીના આશરે પાંચેક વાગ્યાના સમયે ત્રણ અજાણયા શખ્સોએ માર મારી જીવલેણ ઇજાઓ પહોચાડી નાસી ગયા હતા. બાદમાં ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન ક્રિષ્ના ઉર્ફે ટકલો ઉર્ફે નારાયણ નિરંજન બારીક જેનું 10મી માર્ચના રોજ મોત થયું હતું. પોલીસે ડબલ મર્ડરનો ગુનો નોંધી તપાસ આદરી હતી.
ક્રાઈમ પેટ્રોલ કરતા પણ સનસનીખેજ કિસ્સો, ઠંડા કલેજે પ્રેમી સાથે મળીને પત્નીએ કરી પતિની હત્યા
પોલીસે અલગ-અલગ ટીમો બનાવી બાતમીના આધારે આરોપીઓ ગંગાધર સૌમનાથ ખટાઇ, રબિન્દર ઉર્ફે રવિ વિપ્ર સ્વાંઇ અને રાજા સુભાષ પ્રધાનને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યાં હતાં. મહત્વનું છે કે ચોરી કરવાના વહેમમાં લોકોએ માર માર્યો હતો. ત્રણ સ્થાનિકો દ્વારા સાયકલ ચોરી કરવાના મામલે માર મારવામાં આવ્યો હતો. લાકડાના ફટકા અને દિવાલમાં અફડાવીને માર મરાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube