ક્રાઈમ પેટ્રોલ કરતા પણ સનસનીખેજ કિસ્સો, ઠંડા કલેજે પ્રેમી સાથે મળીને પત્નીએ કરી પતિની હત્યા

ગોધરાના ધોળાકુવા ગામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. જેમાં પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આડાસંબંધને લઈને યુવાનની પત્ની અને તેના પ્રેમીએ મળીને તેની હત્યા કરી છે. એટલુ જ નહિ, આ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે યુવાનના મૃતદેહને રિક્ષામાં લાવી રિક્ષાને પલ્ટી ખવડાવી હતી. જેના બાદ હત્યારો પ્રેમી ફરાર થઈ ગયો હતો. પત્ની અને તેના પ્રેમીએ મળીને યુવાનના ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો. 

Updated By: Mar 14, 2021, 04:01 PM IST
ક્રાઈમ પેટ્રોલ કરતા પણ સનસનીખેજ કિસ્સો, ઠંડા કલેજે પ્રેમી સાથે મળીને પત્નીએ કરી પતિની હત્યા

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :ગોધરાના ધોળાકુવા ગામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. જેમાં પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આડાસંબંધને લઈને યુવાનની પત્ની અને તેના પ્રેમીએ મળીને તેની હત્યા કરી છે. એટલુ જ નહિ, આ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે યુવાનના મૃતદેહને રિક્ષામાં લાવી રિક્ષાને પલ્ટી ખવડાવી હતી. જેના બાદ હત્યારો પ્રેમી ફરાર થઈ ગયો હતો. પત્ની અને તેના પ્રેમીએ મળીને યુવાનના ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો. 

આ પણ વાંચો : ધૈર્યરાજની જેમ અમદાવાદની નાનકડી અયનાને પણ જરૂર છે 22 કરોડના ઈન્જેક્શનની

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા તાલુકાના ધોળાકુવા ગામે રહેતા રાજેશ માવીના લગ્ન સુરેખાબેન સાથે થયા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. બંનેનો પરિવાર સુખી સંપન્ન હતો. પરંતુ આ વચ્ચે ગામના જ ફળિયામાં રહેતા એક યુવકના પ્રેમમાં બે સંતાનોની માતા સુરેખા પડી હતી. પીન્ટુ નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ ભાગી જવાનું નક્કી કર્યું હતું. આખરે આઠ મહિના પહેલા સુરેખા પોતાના બંને સંતાનો અને પતિને છોડીને પીન્ટુ સાથે ભાગી ગઈ હતી. 

જોકે, બાદમાં સમાજના અગ્રણીઓ આ મામલામાં પડ્યા હતા, અને તેઓએ સુરેખાને પતિ રાજેશને સોંપી હતી. જોકે, સુરેખા અને પીન્ટુ વચ્ચેનો પ્રેમ સંબંધ ઓછો થયો ન હતો. બીજી તરફ, પીન્ટુ પણ રાજેશ પર ગુસ્સે થયેલો હતો. તેથી સુરેખાએ પ્રેમી પીન્ટુ સાથે મળીને રાજેશની હત્યા કરવાનું કાવતરુ રચ્યું હતું. આખરે એક દિવસ બંનેએ રાજેશની હત્યા કરવાનું પ્લાનિંગ બનાવ્યું. 

આ પણ વાંચો : ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપો, પણ અમારા બાળકને જીવાડવા થોડી મદદ કરો... લાચાર માતાપિતાની અપીલ 

હત્યા કરવા માટે સુરેખા અને પીન્ટુ રાજેશને રીક્ષામાં બેસાડીને લઈ ગયા હતા. બંને રાજેશને ધોળાકુવા પથ્થરની ફેકટરી પાસે લઈ ગયા હતા. જેનાબાદ રાજુને ગળામાં છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. પરંતુ પ્રેમીપંખીડાએ સમગ્ર હત્યાને અકસ્માતમાં ખપાવવા માંગતા હતા. તેથી તેમણે રાજેશને રીક્ષામાં બેસાડ્યો હતો. અને બાદમાં રીક્ષાને રોડની બાજુના ખાડામાં ગબડાવી દીધી હતી. રાજેશની રીક્ષામાં લાશ મળતા પોલીસ તપાસ શરૂ થઈ હતી. જેમાં રાજેશના પરિવારજનોએ પણ તેની હત્યા થઈ હોવાનું પોલીસને કહ્યું હતું. પોલીસે શંકાના આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો. જેમાં તેના ગળાના બાજુમાં હથિયારના ઘા જોવા મળ્યા હતા. ગોધરા એ ડિવિઝને આકરી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, સુરેખા અને તેના પ્રેમીએ જ રાજેશની હત્યા કરી હતી. 

આ પણ વાંચો : સાથે રમતી કિશોરીને અગાશીમાં અડપલા કરનાર રાજકોટના 2 કિશોરો સામે ગુનો નોંધાયો

જીસે હમ ચાહતે વોહી બેવફા!
રાજેશ પાસે પોતાની રીક્ષા પણ હતી.આ રીક્ષા પાછળ તેણે પોતાના દિલની વેદના વ્યક્ત કર્યા હોય એવા લખાણ લખ્યા હતા.આ લખાણ જ તેના દિલનો ભાવ સ્પષ્ટ કરતાં હતાં.રાજેશની પત્ની પીન્ટુ સાથે ભાગી ગઈ હતી ત્યારથી રાજેશની જીદંગી જીવતી લાશ સમી બની ગઈ હોવાનું કહેવાય છે જેથી રાજેશે પોતાની જીવન સંગીની બેવફા હોવાને દર્શાવતું લખાણ પોતાની રીક્ષા પાછળ લખ્યું હતું !