અમદાવાદનાં સૌથી હાઇરિસ્ક વિસ્તારમાં પોલીસ પોતાનાં સ્વાગત માટે ભુલી ભાન, તમામ નિયમો નેવે મુક્યાં
હાલ કોરોનાનો વિકટ સમય ચાલી રહ્યો છે. જેમાં મેડિકલ સ્ટાફ અને પોલીસ દ્વારા ખુબ જ ઉત્કૃષ્ટ સેવા બજાવવામાં આવી રહી છે. ખાસ કરીને કન્ટેઇનમેન્ટ ઝોનમાં પોલીસની કામગીરી ખુબ જ અઘરી છે. જો કે તેમ છતા પણ કેટલીક બાબતોમાં પોલીસ ભુલ કરી બેસતી હોય છે. આવો જ એક કિસ્સો દાણીલીમડા વિસ્તારમાં ખુબ જ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.
અમદાવાદ : હાલ કોરોનાનો વિકટ સમય ચાલી રહ્યો છે. જેમાં મેડિકલ સ્ટાફ અને પોલીસ દ્વારા ખુબ જ ઉત્કૃષ્ટ સેવા બજાવવામાં આવી રહી છે. ખાસ કરીને કન્ટેઇનમેન્ટ ઝોનમાં પોલીસની કામગીરી ખુબ જ અઘરી છે. જો કે તેમ છતા પણ કેટલીક બાબતોમાં પોલીસ ભુલ કરી બેસતી હોય છે. આવો જ એક કિસ્સો દાણીલીમડા વિસ્તારમાં ખુબ જ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.
સુરત: કોરોના પોઝિટિવ દર્દી ખોટુ એડ્રેસ લખાવીને ભાગી ગયો, પોલીસ કરી રહી છે શોધખોળ
કોરોના ક્લસ્ટર કટાઇનમેન્ટ ઝોન એવા દાણીલીમડામાં પોલીસ જવાનોનાં સ્વાગત માટે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા પોતાનું જ સ્વાગત કરાવવા માટે આ ભીડ એકત્ર કરવામાં આવી હોવાનું ચોંકાવનારી બાબત સામે આવી છે. દાણીલીમડા પોલીસના જવાનોનાં સ્વાગત માટે આ ભીડ એકત્ર થઇ હતી.
તંત્રને સહકાર આપો નહી તો વતન જવા નિકળ્યાં હશોને સીધા જેલમાં પહોંચશો: રાજ્ય પોલીસ વડા
શફી મંઝીલ વિસ્તારએ શહેરનો સૌથી પહેલો કલસ્ટર કન્ટાઇનમેન્ટ વિસ્તાર છે. આ જ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં કોરોના પોઝિટિવ દર્દીઓ આવ્યા હતા. જો કે પોતાનું જ સ્વાગત થઇ રહ્યું હોઇ પોલીસ પીઆઇ સહિતનો તમામ સ્ટાફ નિયમોને નેવે મુકી દીધા હતા. શું સ્વાગત એટલું જરૂરી હતું કે લોકોના જીવ ખતરામાં મુકવા પડ્યાં. આવા અનેક સવાલો હાલ તો ઉઠી રહ્યા છે. દાણીલીમડા પીઆઇ વસાવાની હાજરીમાં 200થી વધારેનું ટોળું એકત્ર થયું અને પીઆઇે ટોળાને વિખેરવાને બદલે સ્વાગત કરાવતા રહ્યા. આ કોઇ સામાન્ય વિસ્તાર નહી પરંતુ અમદાવાદનાં હાઇ રિસ્ક વિસ્તાર પૈકીનો એક વિસ્તાર હતો.
ગુજરાત સરકારની અપીલ, પરપ્રાંતિયો વતન જવાની ઉતાવળ ન કરે, બીજી ટ્રેનો વધારાશે
જો કે આ અંગે સ્પષ્ટતા કરતા પીઆઇ વસાવાએ જણાવ્યું કે, દાણીલીમડા વિસ્તારમાં ગયેલી મેડિકલ ટીમ સાથે ગેરવર્તણુક થઇ હોવાનો મેસેજ મળ્યો હતો. જેનાં કારણે કોલ લઇને તેઓ સ્વયં ત્યાં ગયા જ્યાં. અચાનક ટોળું એકત્ર થઇ ગયું હતું. જે કે તેમને આ અંગે કોઇ માહિતી નથી. તેમણે તુરંત જ ટોળાન વિખેરા માટેના પ્રયાસો કર્યા હતા. આમાં સ્પષ્ટ રીતે તેમને આ ્ંગે કોઇ માહિતી નહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર