તંત્રને સહકાર આપો નહી તો વતન જવા નિકળ્યાં હશોને સીધા જેલમાં પહોંચશો: રાજ્ય પોલીસ વડા

જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આ પ્રકારે દ્વારકા બાદ હવે રાજકોટમાં પણ કોરોનાનો પ્રવેશ થઇ ચુક્યો છે. હવે માત્ર અમરેલી જીલ્લો જ કોરોના મુક્ત રહ્યો છે. હાલ ગુજરાતમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ 6 હજારની નજીક પહોંચવામા છે. જો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાજ્યનાં પોલીસ વડા દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, લોકડાઉનનાં 2 સપ્તાહના ત્રીજા તબક્કા અંગે કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી જે ગાઇડલાઇન આપવામાં આવેલી છે તેનો અમલ કરાવવા માટે તમામ એકમોને જણાવવામાં આવ્યું છે.
તંત્રને સહકાર આપો નહી તો વતન જવા નિકળ્યાં હશોને સીધા જેલમાં પહોંચશો: રાજ્ય પોલીસ વડા

અમદાવાદ : જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આ પ્રકારે દ્વારકા બાદ હવે રાજકોટમાં પણ કોરોનાનો પ્રવેશ થઇ ચુક્યો છે. હવે માત્ર અમરેલી જીલ્લો જ કોરોના મુક્ત રહ્યો છે. હાલ ગુજરાતમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ 6 હજારની નજીક પહોંચવામા છે. જો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાજ્યનાં પોલીસ વડા દ્વારા પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, લોકડાઉનનાં 2 સપ્તાહના ત્રીજા તબક્કા અંગે કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી જે ગાઇડલાઇન આપવામાં આવેલી છે તેનો અમલ કરાવવા માટે તમામ એકમોને જણાવવામાં આવ્યું છે.

સાંજના 7થી સવારના 7 સુધી કોઇ પણ પ્રકારની અવરજવર પ્રતિબંધિત રહેશે. આ દરમિયાન લોકો ઘરમાં જ રહે તે જરૂરી છે. પોલીસ પણ આ બાબતે કડક પગલા ભરે તે જરૂરી છે. જેથી આ સમય દરમિયાન તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા રોડને બ્લોક કરીને સઘન ચેકિંગ કરાશે. જે લોકો આ સમય દરમિયાન અવર જવર કરવા માટે અધિકૃત હશે તેમને જ જવા દેવાશે. સરકારની ગાઇડલાઇનમાં પણ સિનિયર સિટિઝન અંગે સ્પષ્ટ નિર્દેશો અપાયા છે. સગર્ભા મહિલાઓ અને બાળકો ઘરે જ રહે. 

અમદાવાદના 21થી વધુ શાકભાજીવાળાઓને કોરોના, બધા એક જ વિસ્તારના...
રેડ ઝોન અને રેડઝોનમાં આવેલા કન્ટેનમેન્ટ એરિયામાં વધુ કડક કાર્યવાહી થશે. આ વિસ્તારોમાં લોકો અને સ્થાનિક આગેવાનોને વિશ્વાસમાં લઇને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકોની અવર જવર ઘટાડી શકાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા વિસ્તારની આસપાસ પોલીસ ફિક્સ પોઇન્ટ રાખીને શક્ય તેટલા કડક ચેકિંગ કરી રહ્યા છે. જ્યાં ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન છે ત્યાં શરતોને આધિન વાહનોની છુટ અપાઇ છે. જો કે તમામ ઝોનમાં આંતર જિલ્લા વાહનોની હેરફેર પાસ અને પરમિશન સાથે જ થઇ શકશે. કેટલાક લોકો પાસ વગર જવાનો પ્રયાસ કરશે તે તમામને પોલીસ દ્વારા અટકાવીને કાર્યવાહી કરવામાં આવશે.

રત્ન કલાકાર જેવા લોકો પોતાના ગામમાં પાસ સાથે પરત ફરી રહ્યા છે તે ગામમાં પ્રવેશ બાદ ક્વોરન્ટાઇન રહે તે ગામના સરપચે જોવાનું રહેશે. જો સંક્રમણના કોઇ પણ લક્ષણ દેખાય તો તુરંત જ હેલ્થ વિભાગને જાણ કરવામાં આવે. અન્ય રાજ્યના વતની હોય અને વતન જવા ઇચ્છતા હોય તેમને પોતાના રાજ્યમાં મોકલવા માટે ઝડપથી કામ ચાલી રહ્યુ છે. ટ્રેન અને બસ દ્વારા આ હેરફેર ચાલુ જ છે. સંખ્યા ખુબ જ વધુ હોવાથી આ પ્રક્રિયામાં થોડા દિવસો લાગી શકે છે અને આ દરમિયાન તંત્રને સહકાર આપો અને પોલીસ કે તંત્ર સાથે સંઘર્ષ ન કરતા થોડી રાહ જુઓ તેવી અપીલ છે. તંત્ર સાથે ઘર્ષણનું કોઇ પણ પગલું ચલાવી લેવાશે નહી અને પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે. સુરતના પલસાણામાં જે ઘટના બની તેના માટે પણ પોલીસે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને 204 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

વતન જવા ઇચ્છતા લોકો જેલમાં ન પહોંચે તે માટે તંત્રને સંપુર્ણ સહકાર આપે તે જરૂરી છે. 
ડિટેઇન કરવામાં આવેલા વાહનો પૈકી કાલે 8365 વાહનો મુક્ત કરવામાં આવ્યા આ પ્રકારે અત્યાર સુધીમાં કુલ 1179530 વાહનો મુક્ત
સોસાયટીનાં સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે તે આધારે પોલીસ દ્વારા કુલ 21 ગુના દાખલ કરીને 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 547 ગુનામાં 815 લોકોની ધરપકડ થઇ છે.
ડ્રોન દ્વારાસીસીટીવી દ્વારા પણ નજર રખાઇ રહી છે. ડ્રોનના ફુટેજ મદદથી 136 ગુના દાખલ થયા આ પ્રકારે કુલ 11200 ગુના દાખલ કરી 21163 લોકોની ધરપકડ થઇ છે.
સીસીટીવીનાં આધારે 87 ગુના દાખલ કરીને 99 લોકોની ધરપકડ કુલ 2569 ગુના નોંધી 3675 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 
સોશિયલ મીડિયાનું મોનિટરિંગ આધારે 13 ગુના આવા કુલ 657 ગુનામાં 1361 આરોપીઓની ધરપકડ કરાઇ અને 15 એકાઉન્ટ બંધ કરાયા આ પ્રકારે કુલ 611 એકાઉન્ટ બંધ કરાયા
એએનપીઆરના એનાલિસિસથી કુલ 47 ગુના અને આજ સુધીમાં 1071 ગુના દાખલ થયા છે.
વીડિયો ગ્રાફરના શુટિગ આધારે 146 ગુના અને 2408 ગુના કુલ દાખલ કરવામાં આવ્યા છે. 
પ્રહરી જેવા ખાસ વાહનોનાં ફુટેજનાં આધારે કાલે 67 અને કુલ 827 ગુના દાખલ થયેલા છે. 
ગઇકાલથી આજ સુધીમાં નોંધાયેલા ગુનાની વિગત
જાહેર નામા ભંગના ગુનાની સંખ્યા 2038
ક્વોરન્ટાઇન કરાયેલા લોકો દ્વારા કાયદા ભંગ - 754
અન્ય ગુનાઓ 543
ગઇકાલનાં કુલ ગુના 3335
આરોપીઓની અટક કરેલા- 4568
જપ્ત થયેલા વાહનો 6210
અત્યાર સુધીનાં કુલ ગુના 130710

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news