સુપ્રસિદ્ધ ડાકોરમાં નવા વર્ષે 151 મણનો અન્નકૂટ લૂંટવામાં આવ્યો, જાણો આ પરંપરા પાછળની કહાની
નવા વર્ષ નિમિતે યાત્રાધામ ડાકોરમાં આજે ભગવાન રણછોડજી મંદિરમાં 151 મણની વિવિધ વાનગીઓનો અન્નકૂટ નિજ મંદિરમાં ધરાવવામાં આવ્યો હતો.
ઝી ન્યૂઝ/ બ્યૂરો: ગુજરાતના ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડજી મંદિરમાં આજે નવા વર્ષ નિમિતે પરંપરાગત રીતે અન્નકૂટ લૂંટવામાં આવ્યો હતો. જે દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ડાકોરમાં ઉમટી પડ્યા હતા.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે, નવા વર્ષ નિમિતે યાત્રાધામ ડાકોરમાં આજે ભગવાન રણછોડજી મંદિરમાં 151 મણની વિવિધ વાનગીઓનો અન્નકૂટ નિજ મંદિરમાં ધરાવવામાં આવ્યો હતો. પરંપરાગત રીતે ડાકોરની આસપાસના 80 ગામોના ભક્તો દ્વારા નિજ મંદિરમાં રાખેલ અન્નકૂટ લૂંટવામાં આવ્યો હતો. આ લૂંટલ પ્રસાદને લૂંટી જે તે ગામોમાં રહેતા લોકોને પહોંચાડવામાં આવશે.
પાટીલે સોમનાથ ખાતે કેદારનાથથી PM મોદીના લોકાર્પણને Live નિહાળ્યું, મહાદેવની ભૂમિ પર લીધો મોટો સંકલ્પ
મંદિર દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. બપોરે ચાંદીના થાળમાં ભગવાનની કપૂર આરતી કરવામાં આવી હતી. આ દરમિયાન ભક્તોએ અન્નકૂટ લૂંટ્યો હતો. આ પહેલા મંદિરમાં ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી. મહાભારત સમયે ઇન્દ્રનું અભિમાન ઉતારવા ભગવાને ગોવર્ધન પર્વત આંગળી ઉપર ઉઠાવી પશુ પક્ષીઓ અને લોકોને રક્ષણ આપ્યું હતું.
બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી પાયલ રાજપૂત ફરી ચર્ચામાં...
આ ઉત્સવને આજે પણ કૃષ્ણ લીલાના ભાગરૂપે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ધરાવવામાં આવે છે. ભગવાનના અન્નકૂટ ને લૂંટવાની પ્રથા ડાકોર મંદિરમાં વર્ષોથી નિભાવવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube