Cyclone Biparjoy Effect: બિપરજોય વાવાઝોડાએ કચ્છમાં તબાહી મચાવ્યા બાદ ગુજરાતની છાતી ચીરતું આગળ વધી ચૂક્યું છે. વાવાઝોડું કચ્છ પરથી પસાર થયું હતું. બિપરજોય વાવાઝોડાએ 6 કલાકમાં 13 કિ.મી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યુ હતું. વાવાઝોડું જખૌ બંદરથી 40 કિ.મી ઉત્તર પૂર્વ તરફ ફંટાયું હતું. વાવાઝોડા બાદ અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડાના સંકટથી બચેલા દ્વારકાવાસીઓએ કહ્યું, દ્વારકાધીશે સંકટ પોતાની ઉપર લઈ લીધું


બીજી બાજુ આગામી ત્રણ કલાક અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ શહેરના ઉત્તર વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, જ્યાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ઠંડો પવનનો વરતારો અનુભવતા લોકોને બફારાથી રાહત મળી છે.


અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું, આ દિવસે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે


આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યાં પવનની ગતિ 41થી 61 પ્રતિ કલાકની રહી શકે છે. આ સિવાય બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી અને દીવમાં પણ આગામી ત્રણ કલાક ભારે છે, જ્યાં 40 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ વરસી શકે છે.


આજે ગુજરાતના 117 તાલુકામાં અનારાધાર વરસાદ પડ્યો, હજી આ વિસ્તારોમાં છે વરસાદની આગાહી


પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાકની રહેશે!
હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે, આગામી ત્રણ કલાકમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભાવનગર, બોટાદ, આણંદ, ખેડા, ભરૂચ, સુરત, નર્મદા, મહિસાગર, પંચમહાલ, વડોદરા નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક કરતા ઓછી રહી શકે છે.


વાવાઝોડાના કારણે ગુજરાતમાં ૫૧૨૦ વીજ થાંભલા પડતા હજારો ગામમાં અંધારપટ છવાયો


ઉલ્લેખનીય છે કે, બિપરજૉય વાવાઝોડાએ કચ્છમાં લેન્ડફૉલ કરી લીધુ છે, ગુજરાતના દરિયા કાંઠે બિપરજૉયે જોરદાર તરખાટ મચાવી દીધો છે. IMDના ડિરેક્ટરે ગુરુવારે (15 જૂન) રાત્રે લગભગ 2 વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજોય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું. હવે બિપરજૉયે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ સાથે તબાહી મચાવી છે. વાવાઝોડુ દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શાંત પડશે. બિપરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં હજારોની સંખ્યામાં વીજ પોલ ધરાશાયી થયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. 


જામનગરમાં પણ જ્યાં જુઓ ત્યાં વિનાશ, વૃક્ષો ધરાશાયી થતા વાહનોને નુકસાન, હાઈવે બંધ