જમીલ પઠાણ/છોટાઉદેપુર: છોટાઉદેપુર ખાતે હોમગાર્ડની ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયાના આરોપ સાથે ભરતીમાં આવેલ ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો છે. ઉમેદવાર યુવાનોનો આરોપ છે કે, શારીરિક ટેસ્ટમાં નાપાસ થયા હોય તેવા ઉમેદવારોને સિલેક્ટ કરી લેવાયા છે. જ્યારે ટેસ્ટમાં પાસ ઉમેદવારોને બાકાત કરી દેવાતા ભ્રષ્ટાચાર થયો હોવાથી ભરતી રદ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટાઉદેપુર જીલ્લામાં 137 હોમગાર્ડ જવાનોની ભરતી કરવાની હોઈ ગત 23 અને 24મીએ છોટાઉદેપુર અને બોડેલી ખાતે ભરતી પ્રક્રિયા માટે શારીરિક કસોટી કરવામાં આવી હતી. ત્યાર બાદ આજે સિલેક્ટ થયેલા ઉમેદવારોનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું. જેમાં છોટાઉદેપુર યુનિટનાં 81 ઉમેદવારોની ભરતી માટે 400થી વધુ ઉમેદવારોએ પોતાનું નામાંકન કરાવી ભરતી પ્રક્રિયામાં જોડાયા હતા.


વધુમાં વાંચો....જૂનાગઢ: એલર્ટ બાદ તણાવની સ્થતિમાં વિધિવત ધ્વજારોહણ સાથે ‘કુંભ’નો પ્રારંભ


તાલુકા હોમગાર્ડ યુનિટ ખાતે પસંદગી પામેલ ઉમેદવારનાં નામનું જાહેર કરાયેલ લીસ્ટમાં શારીરિક કસોટીમાં નાપાસ થયેલ ઉમેદવારોના નામ જણાતા ભરતી પ્રક્રિયામાં આવેલ અન્ય ઉમેદવારોએ હોબાળો મચાવી હલ્લાબોલ કર્યો હતો. તેઓનો આરોપ હતો કે આ ભરતી પ્રક્રિયામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને શારીરિક કસોટીમાં નાપાસ થયેલ ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે જ્યારે તમામ કસોટીઓ પાસ કરનાર ને બાકાત કરી દેવાયા છે. જેથી આ ભરતી પ્રક્રિયાને રદ કરવામાં આવે તેવી માગ ઉઠી હતી.