વડોદરા : નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતીને તેના જ મહોલ્લામાં રહેતા વિધર્મી યુવક સાથે ભાગી ગઇ હતી. મુંબઇમાં જઇને ધર્મ પરિવર્તન કરીને નિકાહ પણ કરી લીધા હતા. ત્યાર બાદ તેને સમજાવીને પરત લવાઇ હતી. વડોદરાનાં સાંસદથી માંડીને તમામ ઉચ્ચ નેતાઓ હોબાળા બાદ દોડી આવ્યા હતા. તે યુવતીથી નારાજ તેના પિતાએ અન્નજળનો ત્યાગ કર્યો હતો. ખાવા પિવાનું બંધ કરી દેતા આખરે તેમનું મોત જ નિપજ્યું હતું. આ સમગ્ર મુદ્દો માધ્યમોમાં પણ ખુબ જ ચમક્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રંગીલા રાજકોટનું સિંહોને પણ ઘેલું લાગ્યું, વધારે એક ગ્રુપ આવતા વન વિભાગ દોડતું થયું


જો કે આ યુવતી પોતાનાં પિતાની તેરમાની વિધિ પુર્ણ કરીને ફરી વિધર્મી યુવક સાથે ભાગી જતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો પોલીસે બંન્નેની શોધખોળ આદરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2 ડિસેમ્બરે તે ઘરેથી ભાગીને મુંબઇ ગઇ હતી અને 6 ડિસેમ્બરે બાન્દ્રા ખાતે ધર્મ પરિવર્તન કરીને નિકાહ કરી લીધા હતા. જો કે ભારે હોબાળો થતા પોલીસ દ્વારા તેને કારેલીબાગ પરત લવાઇ હતી. અહીં બંન્નેનું ચાર કલાક સુધી કાઉન્સેલિંગ કરાયં હતું. બંન્નેને પોત પોતાના ઘરે મોકલી અપાયા હતા. જો કે આ મુદ્દે અનેક હિન્દુ સંગઠનોનાં ટોળાઓ ઉમટી પડ્યાં હતા. સાંસદ રંજન બેન ભટ્ટ સહિતનાં અનેક ઉચ્ચ નેતાઓ પણ દોડી આવ્યા હતા. 


બર્ડફ્લૂ: સાવલીનાં કાગડાઓનાં રિપોર્ટ પોઝિટિવ, સાવલીની પોલિટરી બહાર વેચવા પર પ્રતિબંધ


નાગરવાડાની બ્રાહ્મણ યુવતીએ પોલીસને પત્ર લખીને જાણ કરી હતી કે પોતે રાજીખુશીથી લગ્ન કર્યા છે. યુવતી પોતાનાં પિતાની તેરમાની વિધિ પુર્ણ થતાની સાથે જ ફરી એકવાર યુવક સાથે ફરાર થઇ ગઇ હતી. યુવતી ફરી ભાગી જતા ફરી એકવાર ચકચાર મચી છે. હાલ તો કારેલીબાગ પોલીસ દ્વારા યુવતીની શોધખોળ આદરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા તે યુવતીને પોતાની દિકરી સમાન ગણાવી હતી. અનેક નેતાઓએ તેની મુલાકાત લીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube