નવી દિલ્હી, કચ્છઃ આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કચ્છમાં મહિલા સંતોના સેમીનારમાં ભાગ લીધો છે. વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લેતા પીએમ મોદીએ કહ્યું કે, હું તમને બધાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા આપુ છું. આ અવસર પર બધા મહિલા સંતો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. હું તે માટે તમને બધાને અભિનંદન આપુ છું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે કચ્છની જે ધરતી પર તમારૂ આગમન થયું છે તે સદીઓથી નારી શક્તિ અને સામર્થ્યનું પ્રતિક રહી છે. અહીં માતા આશાપુરા સ્વયં માતૃ શક્તિના રૂપમાં બિરાજમાન છે. અહીંની મહિલાઓએ સમાજને કઠોર પ્રાકૃતિક પડકારો વચ્ચે જીવતા શીખવાડ્યું છે અને જીતવા શીખવ્યું છે. 


તેમણે કહ્યું કે, કચ્છની મહિલાઓએ પોતાના અથાક પરિશ્રમથી કચ્છની સભ્યતા અને સંસ્કૃતિને જીવંત રાખી છે. કચ્છનો રંગ વિશેષ રૂપે અહીંના હેન્ડીક્રાફ્ટ તેનું મોટું ઉદાહરણ છે. આ કલાઓ અને આ કૌશલ્ય દુનિયામાં પોતાની ઓળખ બનાવી રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube