ભાવનગર ખાતે કેન્દ્રીયમંત્રીના હસ્તે CIPETનો પ્રારંભ, કેન્દ્રમાં તૈયાર થશે કુશળ કારીગરો
સિપેટમાંથી પ્રશિક્ષિત માનવબળને ઉદ્યોગમાં વધારાની પૂર્વ તાલીમ લીધા વિના સીધા જ મશીન ઓપરેશન પર મૂકી શકાય છે, જે બાબત મહત્વપૂર્ણ છે. આવનારા સમયમાં ભાવનગરનો ઔદ્યોગિક વિકાસ ખુબ મોટાપાયે થવાનો છે
નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર ખાતે કેન્દ્રીયમંત્રી ડો.મનસુખ માંડવીયાના હસ્તે વિદ્યાનગર સ્થિત CIPET કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર અને ખાસ ભાવનગરમાં ઔદ્યોગિક એકમોને વેગ આપવા, જેમાં પ્લાસ્ટિક ઉદ્યોગને તેની પ્રોસેસિંગ મશીનરી-નવી પ્રોડક્ટની ડીઝાઈન અને વિકાસ માટે કુશળ માનવબળની જરૂર હોય ત્યારે વિવિધ જરૂરી અધ્યતન મશીનરી દ્વારા આ સેન્ટરમાં જ કુશળ વિદ્યાર્થી કારીગરોને તાલીમ આપી તૈયાર કરી અહીજ સારી નોકરી પ્રાપ્ત કરશે તેમ જણાવ્યું હતું, જયારે આવનારા સમયમાં ભાવનગર ખાતે કન્ટેનરનું મેગા ઉત્પાદન થશે અને રોજના ૨૦૦ કન્ટેનરના નિર્માણ માટેનું મટીરીયલ તૈયાર થઇ શકે તેવા ઔદ્યોગિક એકમો તૈયાર થઇ રહ્યા છે, જયારે આગામી સમયમાં નવી ડબલ સ્પીડ અને કેપેસીટી વાળી લકઝરીયસ રોપેક્ષ ફેરી સર્વિસનો પણ પ્રારંભ થશે તેમ જણાવ્યું હતું
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે પ્લાસ્ટિક ઉદ્યોગોને તેની પ્રોસેસિંગ મશીનરી, નવી પ્રોડક્ટની ડિઝાઇન અને વિકાસ વગેરે માટે કુશળ માનવબળની જરૂર છે. પ્લાસ્ટીક ક્ષેત્રે કૌશલ્ય વિકાસ તાલીમમાં અગ્રેસર હોવાથી અને સૌરાષ્ટ્ર ક્ષેત્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નૉલૉજી (સિપેટ) દ્વારા સરકારી વ્યવસાયિક તાલીમ કેન્દ્ર વિદ્યાનગર ભાવનગર ખાતે CIPET કેન્દ્રનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં તેની સાથે સાંસદ ભારતીબેન શિયાળ સહિતના લોકો જોડાયા હતા, અને રીબીન કાપી CIPET કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું તેમજ તેની મશીનરીની મુલાકાત લીધી હતી.
મોડી રાતે ઘરે જતી યુવતીને બે નરાધમો પકડી ખેંચવા લાગ્યા, અને પછી જે થયું તે જાણીને કાળજું કંપી જશે
આ તકે મંત્રીએ જણાવ્યું કે વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર (VTC) સૌરાષ્ટ્ર વિસ્તારના વંચિત વિદ્યાર્થીઓને CAD, CAM, CNC મશીન ઓપરેશન અને મેન્ટેનન્સ, પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઑપરેશન વગેરે ક્ષેત્રે કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમો પ્રદાન કરશે. વ્યાવસાયિક તાલીમ કેન્દ્રમાં સરકારની સહાયથી પ્રાયોજિત કાર્યક્રમો દ્વારા પ્લાસ્ટિક અને અન્ય ઉદ્યોગોમાં કામ કરતા ઓપરેટરો માટે સંલગ્ન વિષયોની વ્યવહારુ તાલીમ આપવામાં આવશે. જયારે ઉપરોક્ત ક્ષેત્રમાં તાલીમ પામેલા વિદ્યાર્થીઓને ઉદ્યોગોમાં નોકરીની ઉન્નત તકો મળશે.
અમદાવાદમાં એક મિત્રએ જન્મ દિવસ પર મિત્રને ભેટમાં આપ્યું મોત, જાણો એવું તો કારણ હતું કે...
સિપેટ (CIPET) માંથી પ્રશિક્ષિત માનવબળને ઉદ્યોગમાં વધારાની પૂર્વ તાલીમ લીધા વિના સીધા જ મશીન ઓપરેશન પર મૂકી શકાય છે, જે બાબત મહત્વપૂર્ણ છે. આવનારા સમયમાં ભાવનગરનો ઔદ્યોગિક વિકાસ ખુબ મોટાપાયે થવાનો છે, જેમાં સીએનજી ટર્મિનલ, કન્ટેનર ઉત્પાદન સહિતના અનેક ઉદ્યોગો ભાવનગરમાં આવી રહ્યા છે, ત્યારે કુશળ કારીગરોની ખાસ જરૂર પડશે. જેના માટે CIPET ની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેશે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી આર.સી. મકવાણા, સાંસદ ભારતીબેન શિયાળ, ભાવનગર જિલ્લાના ધારાસભ્યો, મેયર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
હાર્દિક પટેલનું ભાજપમાં જોડાવવાનું કન્ફર્મ, પોસ્ટર જાહેર કરી કેસરીયો ખેસ ધારણ કરવાનો જણાવ્યો સમય
આ કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ બે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી, જેમાં ભાવનગર ખાતે બે એકમો એવા તૈયાર થઇ રહ્યા છે, જે ઇન્ટરનેશનલ ક્વોલીટી મુજબના કન્ટેનરોનું નિર્માણ કરશે જેથી આવનારા સમયમાં દરરોજના ૨૦૦ કન્ટેનર બની શકે તે મુજબ નું મટીરીયલ અહીના કારખાનાઓમાં તૈયાર થશે અને જે તૈયાર થઇ દરિયાઈ સફર માટે તૈયાર થશે અને ગુજરાત અને ખાસ ભાવનગરનું નામ રોશન કરશે.
જયારે બીજી મહત્વપૂર્ણ જાહેરાત જેમાં હાલ જે રોપેક્ષ ફેરી ઘોઘા-હજીરા વચ્ચે કાર્યરત છે, તેના કરતા બમણી ઝડપ અને બમણી કેપેસીટી અને લકઝરીયસ એવી રોપેક્ષ ફેરીનો આગામી સમયમાં ઘોઘા-હજીરા વચ્ચે પ્રારંભ કરાવવામાં આવશે. જે મુંબઈ સુધી પણ શરુ કરવામાં આવશે. જે શીપ હાલ હજીરા બંદરે આવી ચુક્યું છે અને જેનું આગામી સમયમાં કોઈ ખાસ આયોજન કરી પ્રારંભ કરાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube