હેપ્પી સ્ટ્રીટનું મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે ઉદ્ધાટન: સુરક્ષા સામે ઉઠ્યા સવાલ!
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા લો ગાર્ડન ખાતે ખાઉગલીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. લોગાર્ડન ખાતે નવ નિર્મિત ખાઉગલીને નવનિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, માણેકચોકબાદ અમદાવાદમાં સૌથી વધારે ખાવાનાં સ્થળ તરીકે ખ્યાતનામ લોગાર્ડનની ખાઉ ગલીને અધિકારીક રીતે વિકસાવવામાં આવી હતી. સરકાર દ્વારા તેને અધિકારીક રીતે હેપ્પી સ્ટ્રીટનું નામ આપવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા, મેયર બિજલ પટેલ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા.
અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા લો ગાર્ડન ખાતે ખાઉગલીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. લોગાર્ડન ખાતે નવ નિર્મિત ખાઉગલીને નવનિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, માણેકચોકબાદ અમદાવાદમાં સૌથી વધારે ખાવાનાં સ્થળ તરીકે ખ્યાતનામ લોગાર્ડનની ખાઉ ગલીને અધિકારીક રીતે વિકસાવવામાં આવી હતી. સરકાર દ્વારા તેને અધિકારીક રીતે હેપ્પી સ્ટ્રીટનું નામ આપવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા, મેયર બિજલ પટેલ સહિતનાં ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા.
આરોગ્ય વિભાગનો સપાટો: ડોક્ટર પોતાનું દવાખાનું છોડીને ભાગ્યો !
મુખ્યમંત્રીએ ઉદ્ધાટનની સાથે અહીં સેન્ડવીચનો આનંદ ઉઠાવ્યો હતો. મુખ્યમંત્રીએ સમગ્ર સ્ટ્રીટનું નિરિક્ષણ પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, શહેરીજનો માટે વધારે એક આકર્ષણ ઉમેરાયું હતું. અહીં લોકો પોતાનાં પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી શકશે. લોકોને સંપુર્ણ સ્વચ્છ વાતાવરણમાં હાઇજેનિક વસ્તુઓ પ્રાપ્ત થઇ શકશે. હેરીટેજ સિટી આધુનિક પણ એટલું જ છે તેનું પ્રતિક છે આ હેપી સ્ટ્રીટ. જો કે CCTV કેમેરા નહી લગાવવામાં આવ્યા હોવાનાં કારણે સુરક્ષા સામે સવાલો થતા મુખ્યમંત્રીએક હ્યું કે, હજી શરૂઆત થઇ છે લગાવી દેવામાં આવશે. આ અનોખો પ્રયાસ છે તેમાંથી પ્રેરણા લઇને અન્ય શહેરો પણ તેને અપનાવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube